સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

પરિક્રમામાં પ૦ જેટલી તાવડી પર ગરમા ગરમ રોટલા-ખીચડી-ઓળાની સેવાનો ધમધમાટઃ કયાંક ચોખ્ખા ઘીનો શિરોઃ ૭૦ જેટલા અન્નક્ષેત્રમાં હરીહરની હાકલઃ ચા-પાણીની નિઃશુલ્ક સેવા આપતા સેવાભાવી

ર૪ કલાક વિનામુલ્યે ગરમા ગરમ ગાંઠીયા-જલેબી અને ચા યાત્રિકોને પિરસાઇ છે

પરિક્રમમાંના રૂટ પર અન્નક્ષેત્રોનો ધમધમાટ : ગરવાગિરનારની પરિક્રમમા સેવા ભાવી સંસ્થા દ્વારા અવિરત અન્નક્ષેત્ર ધમધમી રહ્યા છે અને પરિક્રમાર્થીઓને ભાવથી ભોજન પિરસાય છે ઉપરોકત તસ્વીરોમાં ચુલા પાસે બેસી બાજરાના રોટલા બનાવતી સેવા ભાવી મહિલાઓ તેમજ ટોપમાં શાકભાજી વઘારતા સ્વયંસેવકો અને છેલ્લે ભોજન લેતા ભાવિકો દ્રશ્યમાન થાય છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

જૂનાગઢ તા. ૯ :.. પરિક્રમામાં યાત્રિકોનો અવિરત પ્રવાહ ગીરનાર જંગલમાં વહી રહયો છે. લાખો પરિક્રમાર્થીઓ જંગલમાં મંગલ જેવુ વાતાવરણ જામ્યું છે.

ગઇકાલે જૂનાગઢ અકિલા બ્યુરોની ટીમ દ્વારા પરિક્રમાના મુખ્ય રૂટથી શરૂ કરી જીણાબાવાની મઢી માળવેલા બોરદેવી છેલ્લા પડાવ સુધી પરિક્રમા કરી અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા નિહાળી અને યાત્રિકોના અનુભવ અને વિવિધ સેવાકીય સંસ્થાઓની મુલાકાત લીધેલ જે અત્રે વિગતવાર પ્રસ્તુત છે.

સોમનાથ ગૌશાળાનો અનોખો સેવાયજ્ઞ

રૂપાયતન નજીક આવેલ કેશવહરી સેવાશ્રમ પાસે પોરબંદર નજીક આવેલ કોલીખડા ગામની શ્રી સોમનાથ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં ર૦૦ જેટલી લુલી લંગડી અપંગ નિરાધાર ગાયોને નિભાવવામાં આવે છે.

આ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઇ દેવીદાસ ગોંડલીયાએ જણાવ્યું હતું કે અમારી ગૌશાળામાં ર૦ જેટલા સ્વંય સેવકો દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઇપણ જગ્યા એ થતા મેળાવડા હોય ત્યાં પહોંચી જઇ રાવટી નાખી અને ગાયો માટે જોળી ફેલાવી એક-એક બે-બે રૂપિયા ઉઘરાવી અને ગાયો માટે ફંડ એકત્ર કરીએ છીએ અને ધર્મપ્રેમી જનતા પણ ઉદાર હાથે ગૌમાતાના નિભાવ અર્થે અમને સારો સહકાર આપી રહી છે. અનુદાન આપવા ઇચ્છતા લોકોએ મો. ૯૯રપર પ૬૭૯૬ ઉપર સંપર્ક કરવો.

૭૦ જેટલા અન્નક્ષેત્રોમાં હરીહરની હાકલ

જીણા બાવાની મઢી પાસે ખોડીયાર મંડળ રાજકોટનું છેલ્લા ૬૦ વર્ષથી ચાલતુ અન્નક્ષેત્ર ગઇકાલથી જ શરૂ કરી દેવાયુ છે. જેના સ્વંયસેવક હરેશભાઇ ઠુમ્મરે જણાવ્યું હતું કે આ અન્નક્ષેત્રમાં ર૪ કલાક ચા-પાણી તેમજ જરૂરીયાત મંદોને શરદી-તાવની દવા, વિંછી ઉતારવાની દવા પણ આપવામાં આવે છે અને પરિક્રમાર્થીઓને ગુંદી - ગાઠીયા રોટલી શાક, ખમણ તેમજ લીંબુ મરચાના અથાણા અને છાસ ભાવપૂર્વક પિરસવામાં આવી રહયુ છે.

ઉપરાંત માળવેલા ખાતે ભેંસાણ તાલુકાના કરીયા ગામ દ્વારા છેલ્લા વીસ વર્ષથી સમસ્ત ગ્રામજનો દ્વારા ફંડફાળો એકત્ર કરી સતત પાંચ દિવસ સુધી યાત્રિકોને કાઠીયાવાડી ભોજન બાજરાનો રોટલો ઓળો કઢી - ખીચડી પિરસાય રહ્યા છે.

અને ૫૦  જેટલી તાવડીઓ પર મહિલાઓ સતત વ્યસ્ત રોટલા શેકતાનજરે પડતા હતા.

ત્યાંથી આગળ પસાર થતા કપરી અને કઠીન પર્વતમાળામાં સારૂ અને સાત્વિક ભોજન આપવાનુ મહાકાર્ય સાવરકુંડલાના કાનાતળાવ ગામનુ અન્નક્ષેત્ર શિવદરબાર પરિવાર કરી રહ્યુ છે.

પરિક્રમ્મામાં છેલ્લા ૨૨ વર્ષથી ઉષામૈયાના ૨૫૦ થી વધુ સ્વયંસેવકો સાથે ભાવિકોને ચોખ્ખા ધીનો શિરો સહીત વાનગીઓ પિરસી માનવસેવા એજ પ્રભુસેવાનો જીવન મંત્રી સિધ્ધકરે છે.

માળવેલા ખાતે વાહનો જઇ શકતા નથી એટલે સ્વંયસેવકો પોતાના ખંભે ઉપડે તેટલી ચીજો ઉચકીને વજન દાર વસ્તુઓ ઉટપર લાદીને તમામ માલ સામાન પગપાળા પહોચતો કરે છે.

લાખો ભાવિકો માટે પાણીની વ્યવસ્થા માટે શિવદરબાર પરિવારના સેવક ઘનશ્યામભાઇએ જણાવેલ કે માળવેલા ખાતે શુધ્ધજળની પ્રાપ્તિ માટે  અગાઉ કોઇ વ્યવસ્થાન હતી જેતે વખતે ગાળેલા કુવામાંથી કાંપ અને માટી કાઢી સાફસુફ કરી યાત્રિકોને સ્વચ્છ કલોરીનેશન કરી સ્વચ્છ જળ વિતરીત કરીએ છીએ વધુમાં વિગતો આપતા તેમણે જણાવ્યા હતુ કે યાત્રિકોની સુવિધા માટે અમે ૧૩૫ ડબ્બા સુધ્ધ એગમાર્ગ વાળુ અમુલનુ ધી ૧૫૦ ડબ્બાશુધ્ધ સિંગતેલ ૫૫૦૦ કીલો શાકભાજી ૭ ટન મસાલા અને પ્રકૃતિને બચાવવા વતનના લાકડા ૫૦ મણ અમે સાવરકુંડલાથી સાથે જલાવીએ છીએ અને કોઇ પણ જાતના નાતજાતના ભેદભાવ વગર ભાવિકોને ભોજન પ્રસાદ પિરસવામાં આવે છે.

રૂપાયતન નજીકે કેશવહરી સેવાઆશ્રમ ખાતે ૨૪ કલાક ગરમા ગરમ ગાઠીયા મરચા ચા પાણીની સેવા આપી રહ્યા છે તેમજ ધોરાજી સીતારામ અન્નક્ષેત્ર દ્વારા ભાવિકો માટે ૨૪ કલાક જલેબી ગાઠીયા મરચા પ્યોર દુધની ચા અનન્ય સેવા દ્વારા પુણ્યનુ ભાથુ બાંધતી નજરે પડી હતી અને સુપ્રસિધ્ધ સરકડીયા હનુમાનજી મંદિર ખાતે યાત્રિકોને વિશ્રામ અને મહાપ્રસાદની જગ્યાના મહંત રામદાસજી દ્વારા કરવામાં આવે છે.

આ રૂટપરથી પસાર થતા અસંખ્ય ભાવિકો સતત પાંચ દિવસ સુધી ભોજન પ્રસાદ લઇ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ મુલાકાત દરમ્યાન ૭૦ જેટલા અન્નક્ષેત્રમાં નોધપાત્ર સંખ્યામાં ભાવિકો મહાપ્રસાદ લેતા નજરે પડતા હતા આ ઉપરાંત મોરબી ના જોગ ડુંગરી આશ્રમ દ્વારા યાત્રિકોને ૨૪ કલાક છાસનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યુ હતુ અને જઠરાગ્નિને સાભા આપવા યાત્રિકો છાસ પિવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.

અંતિમ પડાવ બોરદેવી મંદિર ખાતે પણ ભાવિકો માટે ગરમા ગરમા ગુંદી ગાઠીયા મરચા પિરસાય રહ્યા હતા તેમજ દાસારામ અન્નક્ષેત્ર સીતારામ અન્નક્ષેત્રમાં મહાપ્રસાદમાં ભાવિકોની કતારબધ્ધ લાઇનમાં જોવા મળ્તા હતા.

પરિક્રમાંથીઓના પરિક્રમાં અંગે અનુભવો

સતત ચારદિવસ પાવનકારી પરિક્રમાં માં શ્રધ્ધાળુઓ ભાવિકો આસ્થાપૂર્વક પુર્ણ કરે છે ત્યારે પ્રથમ પડાવ જીણા બાવાની મઢી ખાતે અમરાપુર ગીરના ખેડુત ગોરધનભાઇ જોષીએ જણાવ્યુ હતુ કે આ ગિરનારની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે અહી ઋષિમુનિઓ અવતારી મહાપુરૂષોની તપોભુમિ એવા ગરવા ગિરનારની પરિક્રમાં કરવી એતો ભાગ્યશાળી આભાઓના ભાગ્યમાં જ હોય છે હુ છેલ્લા વીસ વર્ષથી પરિક્રમાં માં આવુ છુ મારી ઉ.૬૧ વર્ષ છે છંતા મને કોઇ પણ જાતનો થાક અનુભવતો નથી અને સ્વસ્થતા પુર્વક પરિક્રમાં પુર્ણ કરૂ છુ અને તેની સંભારણા સાથે લઇ જીવ છુ પ્રકૃતિના ખોળે આળોટવાનો આ અદભુત અવસર છે.

માળ વેલા પાસે માણા વદરનજીક આવેલ સમેગા ગામના વતની રસીકલાલ ઠાકરશીભાઇ વાછાણી નામના યુવાને જણાવ્યુ હતુ કે ગિરનારની પ્રદક્ષિણાનુ મહાત્મય પુરાણો માં પણ વર્ણવેલુ છે પરિક્રમાં માનવ શ્રધ્ધા અને પુણ્ય મેળવવાના હેતુ આજે લાખોની સંખ્યામાં ભાવિકો જોડાય છે અને પોતાના જીવનમાં આધ્યામિક ઉન્નિત પ્રાપ્ત કરી પરત થાય છે.  (પ-૧પ)

(1:09 pm IST)