સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

ઉનાના ગાંગડા સીમમાં આડા સંબંધની શંકાથી માતા-પુત્રની હત્યા

ઉના, તા. ૯ : તાલુકાના ગાંગડા ગામની સીમ વાડી વિસ્તારમાં આડાસંબંધની શંકા રાખી તેજ ગામના યુવાને માતા તથા પુત્રને લોખંડનો પાઇપ તથા લાકડી વતી માર મારી મોત નિપજાવી નાખતા અરેરાટી વ્યાપી ગયેલ છે.

ઉના તાલુકાના ગાંગડા ગામની વાવડી સીમમાં પ્રતાપ હમીરભાઇ ગોહીલ રે. ગાંગડા વાળાને શંકાનો કિડો મગજમાં સળવળતા અનકબેન કનુભાઇ ગોહિલ તથા તેમનો દિકરો મહર્ષિ (ઉ.૧૧) ઘરે હતા ત્યારે પ્રતાપને શંકા હતી કે અનકબેનને સનખડા ગામના એક યુવાન સાથે આડાસંબંધ હોય તેથી ઉશ્કેરાઇ જઇ ગાળો આપી લોખંડના પાઇપ વતી મોઢા ભાગે તેમજ ડાબી આંખના નેણ ઉપર આડેધડ ઘા મારી ત્થા માથામાં જીવલેણ ઘા મારતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી અને તેમનો દિકરો મહર્ષિ પણ આવી જતા માથાના ભાગે લોખંડનો પાઇપ લાકડી વતી માર મારી જીવલેણ ઇજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયો હતો.

આ અંગે સનખડા ગામે માલણ વાડી વિસ્તારમાં રહેતા તેના ભાઇ લખુભાઇ કનુભાઇ ઝાલાને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી બન્ને બહેન-ભાણેજને ઉના દવાખાને લાવતા ડોકટરે મૃત જાહેર કરેલ હતા. પોલીસમાં આરોપી પ્રતાપ હમીર ગોહીલ રે. ગાંગડા વાળા સામે ગુનો નોંધાવતા પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ. બાબી તપાસ કરી રહ્યા છે.

(11:58 am IST)