સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

પૂ.બજરંગદાસબાપાના ધામ ગુરૂ આશ્રમ બગદાણા દ્વારા સંવત ૨૦૭૬ના વર્ષભર ઉજવવામાં આવનાર પૂનમની યાદી જાહેર

કુંઢેલી તા.૯ : ભાવનગર જિલ્લામાં આવેલા સુવિખ્યાત તિર્થસ્થળ બગદાણાના ગુરૂઆશ્રમ ખાતેથી વિક્રમ સંવત ૨૦૭૬ વર્ષના કારતકથી આસો એમ પ્રતિ માસમાં ઉજવવામાં આવનાર પુર્ણીમાની તારીખ વારની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દરેક મહિનાની પૂનમની તીથીએ બજરંગદાસ બાપાના ધામમાં હજારો ભાવિક ભકતજનો દર્શનાર્થે આવતા હોય છે. પદયાત્રીઓ પણ મોટી સંખ્યામાં બગદાણાની યાત્રા કરતા હોય છે ત્યારે આ વર્ષભરની પૂનમની યાદી સૌને ઉપયોગી થઇ પડશે.

કારતક સુદ પૂનમ તા.૧૨-૧૧-૧૯ મંગળવાર, માગસર સુદ પૂનમ તા.૧૨-૧૨-૧૯ ગુરૂવાર, પોષ સુદ પૂનમ ૧૦-૧-૨૦ શુક્રવાર, પોષ વદ ચોથ ૧૪-૧૦-૨૦ મંગળવાર (પૂ.બાપાની પુણ્યતિથિ), મહાસુદ પૂનમ ૯-૨-૨૦ રવિવાર, ફાગણ સુદ પૂનમ ૯-૩-૨૦, ચૈત્ર સુદ પૂનમ ૮-૪-૨૦ બુધવાર (હનુમાન જયંતી), વૈશાખ સુદ પૂનમ ૭-પ-૨૦ ગુરૂવાર, જૈઠ સુદ પૂનમ પ-૬-૨૦ શુક્રવાર, અષાઢ સુદ પૂનમ ૫-૭-૨૦ રવિવાર (ગુરૂપુર્ણિમા), શ્રાવણ સુદ પૂનમ ૩-૮-૨૦ સોમવાર, ભાદરવા ર-૯-૨૦ બુધવાર, આસો સુદ પૂનમ ૧-૧૦-૨૦ ગુરૂવાર (અધિક માસ), આસો સુદ પૂનમ ૩૧-૧૦-૨૦ શનિવાર (નિજમાસ).

(11:57 am IST)