સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

ખેલ મહાકુંભઃ વાંકાનેરના ચંદ્રપુરમાં સૌરાષ્ટ્ર વિભાગની કબડી સ્પર્ધા

મોરબીના નિવાસી અધિક કલેકટર કેતન જોષીએ કરી આયોજનની સમીક્ષા : રાજકોટ સહિતના જિલ્લાઓની ૧૫ ટીમ ભાગ લેશે

રાજ્ય સરકાર દ્વારા યોજાનાર સૌરાષ્ટ્ર ઝોનની કબડી સ્પર્ધાના આયોજન અંગે મોરબીના નિવાસી અધિક કલેકટર શ્રી કેતન જોષીએ બેઠક યોજી માર્ગદર્શન આપેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા. ૯ :. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત સોમવારથી વાંકાનેરના ચંદ્રપુર ગામમાં ઓપન સૌરાષ્ટ્ર કબડી સ્પર્ધા યોજાનાર છે. જેમા સૌરાષ્ટ્રના જિલ્લાઓની ૧૫ ટીમો ભાગ લેશે.

સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબ્બડી ઓપન એઇઝ ગ્રુપ ભાઇઓ-બહેનોની સ્પર્ધા યોજવાના આયોજન સંદર્ભે નિવાસી કલેકટર કેતન જોશીના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઇ હતી.

મોરબી જિલ્લામાં મહાકુંભ-૨૦૧૯ સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબ્બડી ઓપન ગૃપ ભાઇ-બહેનોના સ્પર્ધાનું આયોજન આગામી તા.૧૧ નવે.-૧૯ થી ૧૪ દરમ્યાન કરવામાં આવનાર હોય, સ્પર્ધા દરમિયાન પોલીસ બંદોબસ્ત, મેડીકલ ટીમ,રહેવાની-જમવાની વ્યવસ્થા અંગેની સુવિધાઓ મળી રહે તે માટે આયોજક અને ઉપસ્થિત અધિકારીઓ સાથે આ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સ્પર્ધકોને તમામ સુવિધા મળી રહે તે માટે સબંધિત વિભાગના અધિકારીશ્રીને અધિક કલેકટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી હતી. સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનની ૧૫ જિલ્લાની ૩૦ ટીમો ભાગ લેશે.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.અને.સોલંકી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરા, ના.જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી સી.સી.કાવર, જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ,સિનીયર કોચ,જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર શ્રી રવિતકુમાર ચૌહાણ તથા કર્મચારીઓ હાજર રહયાં હતાં.

(11:56 am IST)