સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

વાયાકોમ ૧૮ 'યુગપુરૂષ' સિને પ્લે દ્વારા રાષ્ટ્રીય ટેલિવિઝન પર ગાંધીની મહાત્મા સુધીની અંતરયાત્રા

એવોર્ડ વિજેતા નાટક 'યુગપુરૂષ'નું રવિવારે સવારે ૯ વાગે કલર્સ ટીવી પર સાત ભાષાઓમાં પ્રસારણ

ભાવનગર તા.૯: એવોર્ડ વિજેતા નાટક 'યુગપુરૂષ-મહાત્માના મહાત્મા' રવિવારે, સવારે ૯ વાગે કલર્સ, કલર્સ મરાઠી, કલર્સ ગુજરાતી, કલર્સ બાંગ્લા,કલર્સ તામિલ,કલર્સ સુપર, કલર્સ ઓડિયા, કલર્સ ઇન્ફિનીટી અને એમટીવી પર.આ નાટક વૂટ પર ૧૦મી નવેમ્બરે આખો દિવસ જોવા મળશે.

સત્ય,અહિંસા,ધર્મ,સાદગી,સ્વનિર્ભરતા જેવા અનેક મૂલ્યો, જે ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી ગ્રહણ કર્યા હતા, તેને પુનર્જીવિત કરવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે તેના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઇની પ્રેરણાથી આ ભવ્ય નાટક 'યુગપુરૂષ-મહાત્માના મહાત્મા'નું નિર્માણ કર્યુ છે! આ નાટક ટેલિવિઝન પર રજૂ કરવા સિને-પ્લે ફોર્મેટમાં તેના અસલ સંવાદો અને કલાકારો સાથે સાત ભાષાઓમાં ફરીથી બનાવવામાં આવ્યું છે.

પ્રસ્તુત નાટક વિષે વાત કરતાં વાયાકોમ ૧૮ મિડિયા નેટવર્ક પ્રા.લિ.ના ગ્રુપ સી.ઇ.ઓ.ડો.સુધાંશુ વત્સ કહે છે,

''એક મિડિયા અને મનોરંજન નેટવર્ક તરીકે અમારૃં કાર્ય છે, દરેક કથાને તેના દર્શક સુધી લઇ જવી અને દર્શકને તેની કથા સુધી લઇ આવવો. આ કથા દરેક ભારતીય માટે ખાસ જાણવા જેવી છે અને વર્તમાન ભારતીય પેઢીને કહેવી જરૂરી છે. ગાંધીજીએ વિશ્વભરમાં અનેક પેઢીઓને પ્રેરણા આપી છે અને 'યુગપુરૂષ'  દ્વારા અમે તેમની યુવાન બેરીસ્ટરથી મહાત્મા સુધીની યાત્રાને લોકો સમક્ષ લાવી રહ્યા છીએ.''

'યુગપુરૂષ' શ્રીમદ્જી અને ગાંધીજીના પ્રગાઢ આધ્યાત્મિક સંબંધની રસમય યશોગાથા દર્શાવતું હૃદયસ્પર્શી નાટક છે. પોતાના આધ્યાત્મિક માર્ગદર્શકની પ્રેરણા હેઠળ થયેલ ગાંધીજીની આંતરિક તેમ જ બાહ્મ વિકાસયાત્રા આમાં અદ્ભૂત રીતે દશાર્વાઇ છે. બંન્ને મહાત્માઓને શ્રદ્ધાંજલિરૂપ આ નાટકને પ્રેક્ષકોનો અકલ્પનીય પ્રતિસાદ સાંપડ્યો છે. એક જ વર્ષમાં ૭ ભાષાઓમાં, એક સાથે ૮ ટીમ દ્વારા, વિશ્વભરમાં ૩૧૨ સ્થળોએ ૧૦૬૨ નાટ્યપ્રયોગો દ્વારા 'યુગપુરૂષે' લાખો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રંગભૂમિની દુનિયાનો એક અનોખો ઇતિહાસ સર્જયો છે! તેને શ્રેષ્ઠ નાટકનો 'દાદાસાહેબ ફાળકે એકસલન્સ એવોર્ડ ૨૦૧૭', ટ્રાન્સમિડિયા સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડના 'શ્રેષ્ઠ નાટક', 'શ્રેષ્ઠ દિગ્દર્શક' અને 'શ્રેષ્ઠ સહાયક અભિનેતા' એમ ત્રણ પારિતોષિક, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે અલગ એન્ટ્રી પ્રાપ્ત કરી છે. વળી હોલિવુડના ડોલ્બી થિયેટર જે જ્યાં ઓસ્કાર એવોર્ડ સમારંભ યોજાય છે, ત્યાં ભજવાયેલ પ્રથમ ભારતીય નાટકનું શ્રેય 'યુગપુરૂષ' ને જાય છે!

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના પ્રેસીડન્ટ, અભયભાઇ જસાણી કહે છે કે, ''વાયાકોમ ૧૮ મિડિયો જેવા અગ્રગણ્ય મનોરંજન નેટવર્ક સાથે જોડાવામાં અમે ગર્વ અનુભવીને છીએ, જે લોકોના જીવનને સ્પર્શતું મનોરંજન પીરસવામાં માને છે. વાયાકોમ ૧૮ દ્વારા થતી 'યુગપુરૂષ'ની રાષ્ટ્રીય રજૂઆત દર્શકો પર જરૂર હકારાત્મક પ્રભાવ પાડશે.''

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર એક વિશ્વવ્યાપી અભિયાન છે, જે સાધકોના આધ્યાત્મિક ઉત્થાન તેમજ સમાજ કલ્યાણ અર્થે કાર્યરત છે. શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર એ મિશનનું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક છે તથા મિશનના ૧૦૮ સત્સંગ કેન્દ્રો, ૪૪ યૂથ ગ્રુપ્સ અને રપ૧ ડિવાઇનટચ કેન્દ્રો છે, જેના દ્વારા બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન તથા તેમના સ્વવિકાસના વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. 'શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેર' એ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરનું એક સામાજિક અભિયાન છે કે મનુષ્યજાતિ, પ્રાણીજગત અને પર્યાવરણને શાતા અને સેવા પહોંચાડવા પ્રયત્નશીલ છે. તેમની પ્રવૃત્તિઓમાં આરોગ્ય સેવા, શૈક્ષણિક સેવા, બાળ સેવા, મહિલા સેવા, આદિવાસી સેવા, સમાજ સેવા, માનવીય સેવા, સંકટસહાય સેવા, પ્રાણી સેવા તથા પર્યાવરણસુરક્ષા સેવા જેવા દસ મુદ્દાના કાર્યક્રમનો સમાવેશ થાય છે.

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર 'પોતાનું સત્ય સ્વરૂપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કરો' એ મિશન સ્ટેટમેન્ટને ચરિતાર્થ કરતા સાર્વભૌમિક ઉત્થાનમાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યું છે.

(11:54 am IST)