સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

ઠંડી આગળ વધે છે

રાત્રિના સમયે તાપણા પણ ચાલુ થઇ ગયા : આજે બીજા દિ'એ મધરાતથી જ ઠંડક વર્તાઇ

રાજકોટ તા. ૯ :.. ગઇકાલથી સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાના પગરવ સમી ઠંડી શરૂ થઇ ગઇ છે. અને વહેલી સવારે પણ ઠંડીનો અહેસાસ થયો હતો.

સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો પ૦ ટકા જેટલો નીચો ચાલ્યો ગયો હતો. સૌરાષ્ટ્રનાં વિવિધ જીલ્લાઓમાં ૧૪ થી ર૦ ડીગ્રી સુધી નીચુ તાપમાન નોંધાયેલ.

હવામાન વિભાગમાં નોંધાયા મુજબ નલીયામાં ૧૪.ર ડીગ્રી, ભુજમાં ૧૮.૭ ડીગ્રી, કંડલા એરપોર્ટમાં ૧૮.૭ ડીગ્રી, રાજકોટમાં ૧૯ ડીગ્રી, કેશોદમાં ૧૯.૪ ડીગ્રી, ડીસામાં ૧૯.પ ડીગ્રી, કંડલા પોર્ટમાં ર૦ ડીગ્રી, સુરેન્દ્રનગરમાં ર૦.પ ડીગ્રી જેટલુ તાપમાન હતું.

ગઇ મધરાત્રીથી ઠંડો પવન ફુંકાતાં ઠંડીનુ પ્રમાણ વધી ગયુ હતું. આજે પણ રાત્રીનાં ઠંડી વધશે તેવી આગાહી છે અને ૧પ મીથી શિયાળાની ઠંડી જામવા લાગશે તેવા એંધાણ હવામાન વિભાગે આપ્યો છે.

આમ હવે રાત્રીનાં ઠંડી શરૂ થતાં રાત્રીનાં તાપણાઓ શરૂ થઇ ગયા છે.

(11:55 am IST)