સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

ગોંડલના અનિડા ભાલોડીમાં હરેશભાઇ સોલંકીને ૪ શખ્સોએ માર મારી ધમકી

મનસુખ, સાગર, હંસા અને હેતલ ઉર્ફે દીપુ સામે ગુનો

રાજકોટ, તા. ૯ : ગોંડલના અનિડા ભાલોડી ગામમાં યુવાનને ચાર શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના રૂપાવટી ગામમાં રહેતા હરેશભાઇ પરસોતમભાઇ સોલંકી (ઉ.વ.૩પ) ગત તા. ૬ના રોજ અનિડા ભાલોડી ગામે  પોતાના નાનીમાના પાણીઢોળનો હિસાબ કરતા હતાં ત્યારે સાગર મનસુખ બગડાએ તેને ગાળો આપતા હરેશભાઇએ  ગાળો દેવાની ના પાડતા મનસુખ હીરાભાઇ બગડા, પુત્ર સાગર બગડા તથા હંસા પરસોતમભાઇ મકવાણા અને હેતલ ઉર્ફે દીપુ પરસોતમભાઇ માણાવાએ ઝઘડો કરી લાડી વડે માર મારી ઉશ્કેરાઇને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે હરેશભાઇએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. ડી.બી. ખાચરે તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)