સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

ગરીબોની કસ્તુરી ગણાતી અધધ....તળાજા શાકમાર્કેટમાં ડુંગળી ૧૦૦૦ થી૧૨૦૦ ની મણ

આંધ્ર, રાજસ્થાન, કર્ણાટકની ડુંગળીની આવક પણ નથી

ભાવનગર, તા.૯:હાલ ખેડૂતો પાસે નથી ત્યારે ગરીબો ની કસ્તુરી ગણાતી ડુંગળી ના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજયભરમાં તળાજા પંથક ડુંગળી ની ખેતી કરતો અગ્રેસર છે. ડુંગળી નું પીઠું ગણાતા તળાજા માર્કેટમાં હાલ છૂટક ડુંગળી ના ભાવ કિલોએ ૫૦ થી૬૦ છે. વેપારી વિજયભાઈ મકવાણાના જણાવ્યા પ્રમાણે જે ભાવ છે તે સેકન્ડ. કવોલીટી ના જછે. ફસ્ટ કવોલીટી હાલ તળાજા માર્કેટમાં આવતિજ નથી. લીલી ડુંગળી ના ભાવ પણ છુટક માં ૫૦ -૬૦ કિલોએ છે.એટલેકે એક હજાર થી બારસો.રૂપિયે મણ. લીલી ડુંગળી માં લીલા પાંદડા જોખવામાં ભેગા આવી જાય છે. શાક બકાલા ની હરરાજી કરનાર સોયબખાન ના જણાવ્યા પ્રમાણે આ માસ માં લીલી ડુંગળી ના ભાવ આવાજ હોય છે.

તળાજા માર્કેટિંગ યાર્ડના પૂર્વ સેક્રેટરી હરજીભાઈ ધાંધલીયાના જણાવ્યા પ્રમાણે આંધ્ર,કર્ણાટક,રાજસ્થાનની ડુંગળી આ.મહિના માં આવવા લાગે છે.જે હજુ વાતાવરણ ને લઈ આવી નથી. આથી આ ભાવ હજુ એક મહિનો રહે તેવી શકયતા છે.સરકાર ડુંગળી આયાતની વાત કરેછે.પણ તે ડુંગળી ટૂંક સમયમાજ આવે તો લોકોને સસ્તી મળી શકે. આયાત ડુંગળી પણ એક માસ બાદ આવે તો ખેડૂતો ને મૌસમ એ મારેલ માર ઉપરાંત આયાત ડુંગળી ના કારણે ભાવ ન મળે એટલ નુકશાની વેઠવાનો વારો આવશે.આથી સરકારે પણ અભ્યાસ કરી ડુંગળીની આયાત અને તેનો સમય નક્કી કરવો રહ્યો .

(11:46 am IST)