સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

કોટડાસાંગાણીના ભાડવા ગામે સેવાસેતુમાં બે હજાર અરજદારોના કામ ઘર આંગણે કરી આપતુ તંત્ર

કોટડાસાંગાણી, તા.૯:  તાલુકાના ભાડવા ગામે તાલુકા તંત્ર દ્વારાસેવા સેતુનો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેનો બે હજાર જેટલા અરજદારોએ લાભ લીધો હતો.

તાલુકાના ભાડવા ગામે નવ ગામનો સંયુકત સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા તાલુકા તંત્ર દ્વારા અરજદારોને દ્યર આંગણેજ આધાર કાર્ડ. મા અમૃતમ કાર્ડ. રેશન કાર્ડની કામગીરી આરોગ્યને લગતી પશુ રસીકરણ સહિત વીવીધ સરકારી યોજનાનો લાભ મળ્યો હતો. સ્કુલની બાળાઓ દ્વારા મહેમાનોનુ સ્વાગત કરાયુ હતુ. અને અધીકારીઓ દ્રારા સેવાસેતુ અંગે પ્રવચન કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. સેવાસેતુમા બે હજાર જેટલા અરજદારોએ લાભ લીધો હતો. ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ તાલુકા પંચાયત વીપક્ષ નેતા પ્રતીપાલસીંહ જાડેજા તેમજ ભુપેન્દ્રસિંહ જાડેજા મુન્નાભાઈ સુરાણી સહીતના હાજર રહ્યા હતા અરજદારોને કોઈ અગવડતા ન પડે તે માટે મામલતદાર સીજી પારખીયા દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

(11:43 am IST)