સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th October 2021

સરકારી ગ્રાન્ટમાંથી, લોકોએ કલ્પના પણ ન કરી હોય તેવા વિકાસના કામો મોરબીમાં કરવામાં આવશે: મંત્રી બ્રિજેશભાઈ મેરજા

સ્થાનીક તંત્ર સાથે વિગતવાર મિટિંગ યોજી, માર્ગદર્શન આપવા સાથે જરૂરી આદેશ કર્યા

મોરબી :  રાજ્યના શ્રમ અને રોજગાર તથા પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં મોરબી કલેકટર કચેરી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોડ રસ્તા, લાઈટ, પાણીના વિકાસ કામો કઈ રીતે ઝડપથી હાથ ધરી શકાય તેને લઇને ચર્ચા કરવામાં આવી હતી

મોરબીની કલેકટર કચેરી ખાતે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી પાલિકાનાઇ કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડિયા તેમજ અધિક કલેક્ટર એન.કે. મુછાર સહિતના અધિકારી હાજર રહ્યા હતા આ બેઠકમાં મોરબી પાલિકા વિસ્તારની અંદર સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત જે વિકાસ કામો કરવા આવી રહ્યા છે તેનું કામ કયા લેવલે છે અને કેટલાક સમયમાં પૂર્ણ થઇ શકે મામલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મંત્રી મેરજાએ ચર્ચા કરી હતી આ તકે ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ રોડ રસ્તા, લાઇટ, પાણી, સાયકલ ટ્રેક, ફૂટપાથ, વરસાદી પાણીનો નિકલ સહિતના કામની માહિતી આપી હતી જે પ્રશ્નોની ચર્ચા કરીને મોરબી શહેર ભાજપના પ્રમુખ લખાભાઇ જારીયા દ્વારા રોડના કામની સાથે જ વરસાદી પાણીના નિકાલ માટેજરૂરી કામનું આયોજન કરવામાં આવે તેના માટે કહ્યું હતું તેવી જ રીતે વીજ કંપની સાથે સંકલન કરીને અંદર ગ્રાઉન્ડ વાયરિંગ માટે યોગ્ય કરવાની પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી
મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ હતું કે, હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા, લાઈટ અને ભૂગર્ભ ગટરનું કામ મોરબી પાલિકા વિસ્તારની અંદર કરવામાં આવે છે અને આગામી ત્રણ મહિનામાં ઝડપથી લોકોની સુવિધા વધે તેવા કામો કરવામાં આવે તેના માટે તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મોરબીને વધુ ગ્રાન્ટ મળે અને લોકોએ કલ્પના ન કરી હોય તેવી કામગીરી વર્તમાન સરકાર અને સ્થાનિક ભાજપની સંગઠનની બોડી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી
 સરકારી ગ્રાન્ટમાંથી, લોકોએ કલ્પના પણ ન કરી હોય તેવા વિકાસના કામો મોરબીમાં કરવામાં આવશે..
રાજ્યના શ્રમ અને રોજગાર તથા પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં મોરબી કલેકટર કચેરી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોડ રસ્તા, લાઈટ, પાણીના વિકાસ કામો કઈ રીતે ઝડપથી હાથ ધરી શકાય તેને લઇને ચર્ચા કરવામાં આવી હતી
મોરબીની કલેકટર કચેરી ખાતે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી પાલિકાનાઇ કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડિયા તેમજ અધિક કલેક્ટર એન.કે. મુછાર સહિતના અધિકારી હાજર રહ્યા હતા આ બેઠકમાં મોરબી પાલિકા વિસ્તારની અંદર સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત જે વિકાસ કામો કરવા આવી રહ્યા છે તેનું કામ કયા લેવલે છે અને કેટલાક સમયમાં પૂર્ણ થઇ શકે મામલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મંત્રી મેરજાએ ચર્ચા કરી હતી આ તકે ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ રોડ રસ્તા, લાઇટ, પાણી, સાયકલ ટ્રેક, ફૂટપાથ, વરસાદી પાણીનો નિકલ સહિતના કામની માહિતી આપી હતી જે પ્રશ્નોની ચર્ચા કરીને મોરબી શહેર ભાજપના પ્રમુખ લખાભાઇ જારીયા દ્વારા રોડના કામની સાથે જ વરસાદી પાણીના નિકાલ માટેજરૂરી કામનું આયોજન કરવામાં આવે તેના માટે કહ્યું હતું તેવી જ રીતે વીજ કંપની સાથે સંકલન કરીને અંદર ગ્રાઉન્ડ વાયરિંગ માટે યોગ્ય કરવાની પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી
મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ હતું કે, હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા, લાઈટ અને ભૂગર્ભ ગટરનું કામ મોરબી પાલિકા વિસ્તારની અંદર કરવામાં આવે છે અને આગામી ત્રણ મહિનામાં ઝડપથી લોકોની સુવિધા વધે તેવા કામો કરવામાં આવે તેના માટે તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મોરબીને વધુ ગ્રાન્ટ મળે અને લોકોએ કલ્પના ન કરી હોય તેવી કામગીરી વર્તમાન સરકાર અને સ્થાનિક ભાજપની સંગઠનની બોડી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

(9:28 pm IST)