સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th October 2021

મોરબીમાં કુબેરનાથ રોડ મેમણ શેરીના નાકેથી આઈપીએલ પર ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ ઝડપાયા.

મોરબીના કુબેરનાથ રોડ મેમણ શેરીના નાકેથી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
  મળતી માહિતી મુજબ મોરબીના કુબેરનાથ રોડ પર મેમણ શેરીના નાકે આરોપી નદીમ અબુભાઈ સેતા અને યાસીનભાઈ રજાકભાઈ બકાલી ક્રિકેટ માઝા-૧૧ એપ્લીકેશન માં લાઈવ મેચ નિહાળી ચેન્નાઈ સુપર કિંગ અને પંજાબ કિંગ્સ મેચ પર આરોપી એજાજ ઉર્ફે દેદો મતવા સાથે રનફેરનો જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે એ ડીવીઝન પોલીસે તપાસ કરતા ત્યાંથી આરોપી નદીમ સેતા, યાસીન બકાલી અને એજાજ ઉર્ફે દેદોને રોકડ રકમ રૂ.૧૬૫૦ તથા મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૫૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭૧૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:48 pm IST)