સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th October 2018

જેતપુર તાલુકા પંચાયતની ચાંપરાજપુરની બેઠક કોંગ્રેસે જાળવી રાખીઃ આલીગભાઇ બસીયા વિજેતા

જેતપુર તા. ૯ :.. જેતપુર તાલુકા પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં ચાંપરાજ - ડેડરવાની સીટ ઉપર ડેડરવાના જયેશભાઇ અરજણભાઇ મકવાણા ચૂંટાયેલ બાદમાં તેમને ત્યાં ત્રીજુ સંતાન દિકરીનો જન્મ થતા તે ત્રણ સંતાનના કારણે ડીસ્કવોલીફાઇ થતા તે બેઠકની પેટા ચૂંટણી કરવામાં આવતા ગત રવિવારના રોજ મતદાન યોજાયેલ જેમાં કોંગ્રેસ તરફથી આલીગભાઇ  બસીયાએ ઉમેદવારી નોંધાવેલ તેની સામે બટૂકભાઇ મકવાણા રહે. બન્ને ચાંપરાજપુર વાળાએ ઉમેદવારી નોંધાવેલ આજરોજ તેની મત ગણતરી કરવામાં આવેલ તેમાં આલીગભાઇ બસીયાનો વિજય થયેલ આમ તાલુકા પંચાયતમાં ભાજપની સતા હોય છતાં ચાંપરાજપુર - ડેડરવાની બેઠક પર કોંગ્રેસે પોતાનો દબદબો યથાવત જાળવી રાખ્યો.

(2:09 pm IST)