સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th October 2018

હળવદની મેરૂપર શાળા નો જિલ્લા ખેલ મહાકુંભ ખો ખો સ્પર્ધામાં અગ્રેસર

હળવદ, તા.૯:  જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ ખો ખો સ્પર્ધા મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં અન્ડર ૧૪માં જિલ્લામાંથી કુમારની ૧૦ અને કન્યાની ૧૦ ટીમો મળી કુલ ર૦ ટીમો ભાગ લીધો હતો. જેમાં કુમાર અને કન્યા એમ બન્ને વિભાગમાંથી તાલુકાની મેરૂપર પે.સેન્ટર શાળાના બાળકોએ મેદાન મારી હળવદનો ડંકો વગાડયો હતો.

હળવદ તાલુકાની મેરૂપર પે.સેન્ટર શાળાની અન્ડર ૧૪ની ટીમમાં કુમાર અને કન્યાઓએ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની ખો ખો સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં જિલ્લાભરની ર૦ ટીમોએ તાલુકાનું પ્રતિનિધત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં તાલુકાને મેરૂપર પે.સેન્ટર શાળાના કુમાર અને કન્યાઓએ બન્ને વિભાગમાંથી ઝળકતા સમગ્ર હળવદ તાલુકાનો ડંકો વગાડયો છે. ટીમના માર્ગદર્શક હેઠળ મેરૂપરની કુમાર અને કન્યા ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા થતા આચાર્ય ધનજીભાઈ ચાવડા, સ્ટાફ પરિવાર, સીઆરસી કોર્ડીનેટર કે.કે. ડોડીયા, બી.આર.સી. કો. ઓર્ડિનેટર પ્રવિણસિંહ ચૌહાણ, એસ.એમ.સી. અધ્યક્ષ નરવિરકુમાર પરમાર અને સરપંચ અનિરૂધ્ધસિંહ ખેર સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા. બન્ને ટીમો આગામી સમયમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધત્વ કરી રાજયકક્ષાએ ખો ખોની સ્પર્ધામાં ભાગ લેશે.(૨૩.૨)

(11:55 am IST)