સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

વાંકાનેરના તીથવા-પાંચદ્વારકા વચ્ચે ચેકડેમમાં ડૂબી જવાથી અમરસરના યુવાનનું કરુંણમોત

નહાવા પડેલ યુવાન ડૂબી ગયો : છેલ્લા 10 દિવસમાં પાણીમાં ડૂબવાનો ચોથો બનાવ

 

વાંકાનેર તાલુકામા છેલ્લા 10 દીવસમાં પાણીમાં ડુબાવનો આજ ચોથો બનાવ બન્યો હતો જેમાં તાલુકાના તિથવા-પાંચદ્રારકા ગામ વચ્ચે આવેલા ચેકડેમમાં નહાવા માટે પડેલા તાલુકાના અમરસર ગામના 21 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું. બનાવની જાણ તંત્રને થતાં ડુબેલા યુવાનની લાશને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી છે

(12:32 am IST)