સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

મોરારીબાપુ અમારા ધર્મ પ્રચારક છેઃ ઇન્‍દ્રભારથી બાપુ

જૂનાગઢ: મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. આ સમગ્ર વિવાદને લઇને સંતો બે ભાગમાં વહેંચાઇ ગયા છે. કેટલાક સંતો મોરારીબાપુનાં સમર્થનમાં ઉતરી આવ્યા છે. તો કેટલાક સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો મોરારીબાપુનો વિરોધ કરી રહ્યાં છે. મોરારીબાપુ જાહેર મંચ પરથી બે વાર અલગ અલગ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની માફી માગી ચૂક્યા છે. ત્યારે હવે સંતો કહી રહ્યાં છે કે મોરારીબાપુએ માફી ન માગવી જોઇએ. હવે આ મુદ્દે જૂનાગઢનાં જાગીર આશ્રમનાં મહંત ઇન્દ્રભારતી પણ આ મુદ્દે નિવેદન આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે મોરારીબાપુએ દુકાનદારી ચલાવતા લોકો સામે માફી ન માગવી જોઇએ. નીલકંઠ એ નિલકંઠ જ કહેવાય.. મોરારીબાપુ અમારા ધર્મ પ્રચારક છે એમ પણ ઇન્દ્રભારતી બાપુએ કહ્યું. આમ, એક પછી એક દિવસ જાય છે તેમ આ મુદ્દે કોઇને કોઇ સાધુ સંતો પોતાનો પક્ષ રજૂ કરતા જાય છે અને વિવાદ વકરતો જાય છે..

(5:16 pm IST)