સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

બોટાદ જીલ્લાના ગઢડામાં ૧ર વર્ષ બાદ જળજીલણી જળયાત્રા નિકળી

બોટાદ તા. ૯ : ગઢડામા઼ સ્વામીનારાયણ ભગવાનની ર૦૦ વષ જુની પરંપરા છેલ્લા ૧ર વર્ષથી તુટી રહી હતી ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય પક્ષ દ્વારા જળજીલણી એકાદશીના દિવસે નીકળતી ઠાકોરજીની જળયાત્રા કાઢવામાં આવતી હતી પરંતુ ર૦૦૭માં જે રસ્તા પરથી પાલખીયાત્રા નીકળે છે તે રસ્તો બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા બંધ કરી દેતા વિવાદ સર્જાયો હતો આ કારણે છેલ્લા ૧ર વર્ષથી જળઝીલણી એકાદશીના દિવસે નીકળતી ઠાકોરજીની જળયાત્રા નીકળતી નથી.

જળજીલણી યાત્રાનું અનેરૂ મહત્વ છે ત્યારે સીએમ વિજય રૂપાણી પણ આ જળયાત્રામાં સામેલ થવા માટે ગઢડા પહોંચી ગયા છે આ વર્ષે દેવપક્ષની નવી બોડી મંદિમાં આવતા તેમના દ્વારા પાલખી યાત્રા કાઢવાનું નકકી કરાયું છે જળજીલણી એકાદશીના દિવસે સ્વામિનારાયણ ભગવાન સોનાની પાલખીમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઠાકોરજીને ગઢડામાં આવેલ ઘેલો નદીમાં જળ આહાર કરાવતા હતા ત્યારથી ગઢડામા઼ જળજીલણી એકાદશીના દિવસે લાખો હરિભકતોનો હાજરીમાં વાજતે ગાજતે ઠાકોરજીની પાલખી યાત્રા કાઢવામાં આવતી હતી.

પરંતુ ગઢડામાં જે રસ્તા પરથી ઠાકોરજીની જળયાત્રા પસાર થતી હતી તે રસ્તો ર૦૦૭માં બીએપીએસ મંદિર દ્વારા નગરપાલિકા પાસેથી ખરીદી લીધી હતી અને ઠાકરોજીની જળયાત્રા રૂટ પર દીવાલ બનાવી દેતા વિવાદ સર્જાયો હતો દીવાલ મામલે હરિભકતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને દિવાલકાંડ સર્જાયો હતો.

(5:11 pm IST)