સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

મોરબીમાં ધોધમાર વરસાદ

મોરબી તા. ૯: મોરબી પંથક અને જીલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ અવિરત મહેર વરસાવી છે અને ભાદરવા માસમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે જેમાં આજે સવારથી વરસાદી માહોલ બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો છે ધોધમાર વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

મોરબી જીલ્લાનો સીઝનનો કુલ વરસાદ મોરબીઃ ૭૯૬ મીમી, ટંકારાઃ ૯૪૦ મીમી, હળવદઃ ૪૪પ મીમી, માળિયાઃ પ૦૯ મીમી, વાંકાનેરઃ ૬૧૮ મીમી વરસાદ પડયો છે.

(5:04 pm IST)