આટકોટમાં શિક્ષક દિનની ઉજવણી
જસદણઃ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ આટકોટમાં ડો.સર્વપલ્લી રાધાકૃષણના જન્મદિન નિમિતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. એક દિવસ માટે શાળાના જ વિદ્યાર્થીઓ એ ટ્રસ્ટીશ્રી , સંચાલકશ્રી , એચ.ઓ.ડી, પ્રિન્સીપાલ, શિક્ષક, પટ્ટાવાળાની ભુમિકા ભજવીને બધા જ સ્ટાફગણને મંત્રમુગ્ધ કરી દિધા હતા !! વિદ્યાર્થી બનેલ એક દિવસીય શિક્ષકશ્રીઓ એ શાળાના બીજા બાળકો ને ખુબ જ ધ્યાનપાત્ર શિક્ષણ આપ્યું હતુ. વિદ્યાર્થીઓમાંથી જે બાળકોનુ શ્રેષ્ઠ શિક્ષણકાર્ય હતું તેમને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપવામાં આવ્યો હતો. અંતે દરેક વિદ્યાર્થીઓને ડો.સર્વપલ્લી રાધાકૃષણનું જીવનવૃતાંત શાળાના એચ,ઓ,ડી મેડમશ્રી દિક્ષીતાબેન પંચોલી એ કહ્યું કેમેનેઝીંગ ડિરેકટર સંજયભાઇ એચ.શેખલીયા, સંચાલક બિપીનભાઇ એચ.શેખલીયા તથા સર્વે સ્ટાફમિત્રોની દેખરેખ નીચે સમાપ્ત થયો હતો.તે પ્રસંગ તસ્વીર (તસ્વીર -ધર્મેશ કલ્યાણી .જસદણ)