જેતપુરમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાના સ્મરણાર્થે મેગા રકતદાન કેમ્પ
જેતપુર : પૂર્વ સંસદ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાનું ઋણ ચુકવવા તેના સ્મરણાર્થે માર્કેટીંગ યાર્ડ ખાતે માર્કેટીંગ યાર્ડ રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક, જેસીઝ કલર્સ, લાયન્સ કલબના સંયુકત ઉપક્રમે મેગા રકતદાન કેમ્પ યોજાયો. કેમ્પના ઉદઘાટન પ્રસંગે યાર્ડ ચેરમેન દિનેશભાઇ ભુવા યુવાની મારકત દાન મૃત્યુ બાદ દેહદાનને સાર્થક કરતા પોતાના દેહદાનનો સંકલ્પ કરેલ અને સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ. યાર્ડ સેક્રેટરી હરેશભાઇ ગઠીયા જેસીઝ કલર્સના દેવાંશુભાઇ કાપડીયા, લાયન્સ કલબ પ્રમુખ હરસુખભાઇ ડોબરીયાએ પ્રાસંગીક પ્રવચન કરતા રકતદાતાઓને બિરદાવ્યા હતા. રકતદાતાઓની લાંબી કતાર લાગી ગયેલ. જેતપુર મેડીકલ ફાઉન્ડેશન સંચાલીત બ્લડ બેંક તેમજ રાજકોટ ફીલ્ડમાર્શલ બ્લડ બેંકની ટીમે સેવા આપી હતી. રકતદાતાઓને વિઠ્ઠલભાઇની સ્મૃતિરૂપે જયેશભાઇ રાદડીયા (કેબીનેટ મંત્રી) દ્વારા ઘડીયાલ આપવામાં આવેલ. ૧૦૦ થી પણ વધુ રકતદાતાઓએ રકતદાન કરેલ હજુ પણ રકતદાતાઓની કતાર લાગેલ રકતદાન કરતા રકતદાતા અને રકતદાતાઓને ભેટ અપાઇ તે તસ્વીર.