સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

જામનગરની સરકારી હોસ્પિટલમાં એકસ-રે વિભાગમાં ડીજીટલી રેડીયોગ્રાફી સિસ્ટમ

વિક્રમભાઇ માડમની બજેટ સત્ર દરમિયાન સફળ રજૂઆત

જામનગર તા.૯ : બજેટ સત્ર દરમિયાન ધારાસભ્ય વિક્રમભાઇ માડમની દર્દીઓની સુવિધામાં વધારો થાય તેવા હેતુથી જી.જી.હોસ્પિટલમાં એકસ-રે વિભાગમાં ડી.આર.(ડીજીટલી રેડીયોગ્રાફી) સિસ્ટમની માંગણીની રાજય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી મંજૂરી આપવામાં આવી અને દર્દીઓને પણ એકસ-રે તાત્કાલીક મળવા શરૂ થઇ ગયેલ છે.

રાજય સરકારનું બજેટ સત્ર શરૂ થયુ એ પહેલા ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા હોસ્પિટલમાં મુલાકાત લેવામાં આવી અને હોસ્પિટલની વ્યવસ્થા વધારે સારી બને તે માટે જે જે પ્રશ્નો ઉદભવે છે તેની રૂબરૂ તપાસ કરી આ મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રીને જોવા મળ્યુ કે જે કોઇ હાથ, પગ, કમર અને શરીરના અન્ય દુઃખાવાઓ હોય છે તેના નિદાન માટે ડોકટર દ્વારા એકસરે લખવામાં આવે છે અને આ એકસરે હોસ્પિટલમાં અલગ અલગ રૂમમાં વ્યવસ્થાના ભાગરૂપે પાડવામાં આવે છે. જેમાં સૌથી વધારે ટ્રાફીક ૧૧ નંબર ઓપીડી એકસરે રૂમમાં રહે છે આ રૂમમાં દર્દીને ડોકટર દ્વારા એકસ-રે લખવામાં આવે અને એકસરે પાડી અને ડોકટર સુધી બતાવવા દર્દી પરત પહોચે અને સમય અંદાજીત બે થી અઢી કલાકનો રહે છે. આ વાતની ગંભીરતા ધારાસભ્ય સમજી ગયા અને રૂબરૂ મુલાકાતમાં ખબર પડી કે દર્દીઓના ઘસારાને પહોચી વળવા માટે જે પધ્ધતીથી એકસરે પાડવામાં આવે છે જે અત્યંત જૂની અને ધીમી પધ્ધતી છે.

આ પ્રશ્નના રસ્તા રૂપે આધુનીક એકસ-રે ડીઆર (ડીજીટલી રેડીયોગ્રાફી) પધ્ધતી જી.જી.હોસ્પિટલમાં વિકસાવવા ધારદાર રજૂઆત કરવામાં આવી. તેમની રજૂઆતની ગંભીરતા રાજય સરકાર દ્વારા સમજવામાં આવી અને હાલ જી.જી.હોસ્પિટલના અતિ વ્યસ્ત એકસરે વિભાગમાં ડી.આર (ડીજીટલી રેડીયોગ્રાફી) મશીન ઓપીડી ૧૧ નંબર કાર્યરત કરવામાં આવેલ છે.(૪૫.૩)

(1:25 pm IST)