સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

રસ્તા સારા બનાવો પછી આકરા નિયમો લગાવજો : હાર્દિક પટેલ મોરબીમાં તિરંગા યાત્રાની જાહેરાત

 મોરબી, તા. ૯: પાટીદાર અનામત આંદોલનના નેતા અને લોકસભા ચુંટણી સમયે કોંગ્રેસ સાથે જોડાયેલા હાર્દિક પટેલ આજે મોરબીમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા બાદ પાસ કાર્યકરો સાથે બેઠક કરી હતી

હાર્દિક પટેલે આજે મોરબી પાસના આગેવાનો મનોજ પટેલ, મનોજ કાલરીયા તેમજ પાસ કાર્યકરોની ઉપસ્થિતિમાં બેઠક કરી હતી આ પ્રસંગે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ટ્રાફિકના આકરા નિયમો બનાવો પરંતુ સારા રોડ રસ્તા આપવા જરૂરી છે બાઈકમાં ત્રણ વ્યકિત ના જઈ સકે પરંતુ ૬૦ ની કેપેસીટીની બસમાં ૧૦૦ લોકો મુસાફરી કરે છે તે ઉપરાંત મોરબી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે અને પ્રજા કોંગ્રેસના શાસનથી નિરાશ હોવા અંગે પૂછતા જણાવ્યું હતું કે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીતતા સત્ત્।ાઓ રાજય સરકારે છીનવી લીધી છે અને રાજય સરકાર માળિયા કેનાલ બંધ કરે છે કારણકે ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે ત્યારે આ અંગે પ્રજાએ જાગૃત થવું પડશે ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે અને ઉકળતો ચરુ છે જે આંદોલનમાં પરિવર્તિત થશે તેમ પણ જણાવ્યું હતું

મોરબી આવેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતભરમાં ૧૦૦ બુલેટ પર તિરંગા યાત્રા યોજાશે જે વિવિધ ગામોમાં ફરીને લોકોને જાગૃત કરશે લોકોમાં સમાનતાના ઉદેશ સાથે તિરંગા યાત્રા યોજાશે તેવું એલાન કર્યું હતું.

(1:21 pm IST)