સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

કથા-સત્સંગમાં ડુબકી લગાવી તરબોળ થવુ જોઇએઃ પૂ.મોરારીબાપુ

જામનગરમાં 'માનસ ક્ષમા' શ્રીરામ કથાનો ત્રીજો દિવસઃ શ્રીરામ કથામાં ઉમટતા ભાવિકોઃ 'ઇસરો'ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

શનિવારે જામનગર ખાતે પૂ.મોરારીબાપુની રામકથાનો પ્રારંભ ધાર્મિક અને રાજકીય મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય રાજયકક્ષાના મંત્રીશ્રી પુરૂષોતમ રૂપાલા, ગુજરાત સરકારના અન્ન અને નાગરીક પુરવઠા રાજયમૅત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડક તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માઘાણી ઉપસ્થિત રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે(તસ્વીરઃ કિંજલ કારસરીયા.જામનગર)

જામનગર, તા.૯: છોટી કાશી ગણાતા જામનગરના આંગણે વિશ્વ વિખ્યાત કથાકાર પૂ.મોરારીબાપુની રામ કથા માનસ ક્ષમાનો ૭ સપ્ટેમ્બરના શનિવારે સાંજે ૪ કલાકે પ્રારંભ થયો છે. રામકથાના પ્રારંભે જામનગરના શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરના આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ, દ્વારકા સનાતન આશ્રમના કેશવાનંદજી મહારાજ, રાજેસ્થાનથી કકુંમાં, કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરષોતમ રૂપાલા, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા, રાજયમંત્રી હકુભા જાડેજા, મેયર હસમુખ જેઠવા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી ગોવિંદભાઇ પટેલ, મુળુભાઈ બેરા, ધારાસભ્ય રાદ્યવજી પટેલ, પબુભા માણેક,સંરક્ષણ પાંખના અધિકારીઓ અને ચંદ્રા પરિવારની દિકરીઓ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટય કર્યું હતુ.

પ્રથમ દિવસે કથાના પ્રારંભે પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે, હાલમાં ક્ષમાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે જામનગરની રામકથામાં વિવિધ પ્રસંગો લેવાશે. પરંતુ ક્ષમા કથા દરમ્યાન કેન્દ્રમાં રહેશે. કથામાં જીવનમાં રામકથાને આત્મસાધ કરવા શ્રદ્ઘાનું ભાથું સાથે લઈને તુલસીદાસ જેવા સાધુનો સંગ લઈ ઇષ્ટદેવની કૃપા જરૂરી છે. આગજ સારો હોય તો અંજામ ઈશ્વર પર છોડી દેવાનું જણાવી કથાની પૂર્વ ભૂમિકા બાંધી હતી. મોરારીબાપુએ રામકથાની નજીક આવવાથી દુઃખ દૂર થશે. અને મનમાં કરેલા સંકલ્પો હરિ પુરા કરે છે.ઙ્ગ

આપણે આપણા માટે કઈ ન કરી શકીએ તો બીજા માટે ઘણું કરી શકીએ. ધર્મગન્થોથી નજીક રહેવા પર પણ મોરારીબાપુએ કથામાં જણાવ્યું હતું. રામકથા હોય ત્યાં હનુમાનજી કોઈને કોઈ શકિત સ્વરૂપે હોય જ છે.ઙ્ગ

અયોધ્યાના મહાત્મા અંગે દ્રષ્ટાંત આપતા કહ્યું કે, મુંબઈના માધવબાગની કથા અને ભાવનગરના ટાઉનહોલની પણ કથાઓ કરતા વકતાઓને સહજ રીતે યાદ કર્યા હતા.ઙ્ગ

ચંદ્ર પર યાન પહોંચવામાં મળેલ નિષ્ફળતા ઘટનાને પણ કથાના પ્રારંભે પધારેલા આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે કરેલા ઉદબોધનને યાદ કરીને મોરારીબાપુએ યનના મંગળ પર પહોંચવામાં મળેલ નિષ્ફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૈજ્ઞાનિકોને આપેલ હૈયાધારણાને પણ વ્યાસ પીઠ પરથી માનસ ક્ષમા કથામાં વાત કરી હતી.

મોરારીબાપુએ માનસ ક્ષમા કથા દરમ્યાન બેટી બચાવો...બેટી પઢાવો પર પણ ભાર મુકતા હાલના દીકરા-દીકરીના હાલચાલ અંગેની હાસ્યાસ્પદરીતે રહેણીકરણી રજુ કરી ભેદભાવ લોકોને નહિ રાખવા માર્મિક ટકોર કરી હતી.

૯ દિવસની રામકથામાં જીવનમાં હારી ગયેલો માણસ જીવનમાં ફરી બેઠો થઈ શકે છે.તેવું જણાવતા પૂ.મોરારીબાપુએ રામાયણનો માર્મિક ટકોટ કરતા મર્મ સમજાવ્યો હતો.

તુલસીદાસજી એ રામાયણની રચનામાં પ્રારંભે સપ્ત પદોમાં નારી શકિતને પ્રાધાન્ય આપ્યું છે. અને દરેક શ્લોકના પ્રારંભે દરેક સોરઠામાં દેવી શકિતનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે.

રામકથામાં આવેલા તખ્તબાપુ જેવા ગઢવીને યાદ કરીને તેની દીકરીના પ્રસંગને યાદ કરાવતા મોરારીબાપુએ કહ્યું કે, દેવ પાસે દીવો ન બાળો તો કઈ નહિ,પરંતુ તમારી માં નો જીવ ન બાળજો. ખોટા દેખાડા બંધ કરવા પર ભાર મુકયો હતો.

જામનગરમાં મોરારીબાપુએ બીજા દિવસે માનસ ક્ષમા રામકથામાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવતા જૂનાગઢના ભકત કવિ નરસિંહ મહેતાના વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે...ના સંગીતમયી રસપાન કરાવતા ક્ષમાનો મહિમા સમજાવ્યો હતો. કથા દરમ્યાન મોરારીબાપુએ જણાવ્યું હતું કે, ક્ષમા ,ધર્મૅંનો મર્મ સમજાવતા કથાના ફલાવર્સ કેમ કહે છે. તેના અંગે દ્રષ્ટાંત આપતા કથાના ફોલોઅર્સ કરતા ફલાવર્સનો સ્વભાવ સમજાવતા જલતા અને ભાવના અંગેનો વ્યાખ્યાન કરી કથાની ફોરમ ફેલાવવા આહ્વાન કર્યું હતું.

મોરારીબાપુએ કહ્યું હતું કે, તમને જે ગમે એ શાસ્ત્રો, મહાપુરુષોનું સ્મરણ કરવા જણાવી ક્ષમા ધર્મૅં ક્ષમાના મર્મો સમજાવ્યા હતા. અને ભગવાન વેદ વ્યસના મહાભારતના ઉદાહરણ આપ્યા હતા.અને યુવાનો ,ભાઈ-બહેનોને ક્ષમા ધર્મ છે. તે અંગે બધા સર્વ ધર્મોને ભેદભાવ વગર ક્ષમાના અનેક અર્થો છે. મોરારીબાપુએ ધર્મ એટલે આપનો સ્વભાવ છે. અને ક્ષમા સ્વભાવમાં છે. ક્ષમા કોઈ જગ્યાએ મળે નહીં. એ સંસ્કારમાં આવે. ક્ષમા સુપ્ત છે.અને ધર્મ તેમજ ભારતીયોનો સ્વભાવ છે.

જેસલ જાડેજાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ફળ પાકે તો કા તો બગડી જાય કાતો પડી જાય, અને જેસલ તોરલના વ્યાખ્યાનને લઈને ફિલ્મ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીને મોરારીબાપુએ યાદ કર્યા હતા.અને જાડેજા તોરલના કપડાં ધોવા જતા લોકોએ મારેલા મહેણાંને લઈને પ્રસંગને લઈને તોરલ સાથેના જેસલ જાડેજાના સંવાદને કહી જેસલને લોકોએ આપેલા મહેણાંથી સમસમી, કંપી ઉઠેલા જેને લઈને મેલ રહી ગયો છે. તેમ જણાવતા મોરારીબાપુએ કહ્યું હતું કે, લોકોએ આ પ્રસંગમાંથી પ્રેરણા લેવી જોઈએ.

ગંગા સતીનો એક મોટો ઉપસક જામનગરમાં રહે છે. તેમ જણાવતા મોરારીબાપુએ કહ્યું હતું કે, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈના આ ભજનને આત્મસાધ કરવાની માર્મિક ટકોર કરી હતી.

જેન્તીભાઈ હુલામણા નામે બોલાવીને આટલી મુશ્કેલીઓ પડી ત્યારે પણ મચક ન આપી કથા દરમ્યાન પડેલી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ અડગ મને વળગી રહ્યા તેની વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ પ્રસન્નતા વ્યકત કરી હતી. અને માસ્તર પણું પણ મોરારીબાપુએ યાદ કરતા ક્ષમા ધર્મૅંનું કથા શ્રણવ કરતા શ્રાવકોને ફરી સ્મરણ કરાવ્યું હતું.

સંસાર શેરડીનો સાંઠો, પણ દાંત મજબૂત રાખો કહી, ચોખટા ન ચાલે તેમ હાસ્યાસ્પદ માર્મિક ટકોર કરી મોરારીબાપુએ કહ્યું હતું કે, હું કથાકાર નથી. સાધુ છું. તેમ જણાવી આશીર્વાદ માંગી, કથામાં ફિલ્મી ગીતો,ગઝલ અને શ્લોકોનું પણ રસપાન કરાવવાનો ઉલ્લેખ કર્યો હતો.

માનસના પાત્રને આત્મસાધ કરવા જણાવી રામ-ભરતની વાત કરતા મોરારીબાપુએ ભગવાન રામના સ્વભાવની વાત કરતા અપરાધીના અપરાધ અવગણી ભગવાન રામની વિનયતા અંગે તુલસીજીએ રામાયણમાં કહ્યું છે કે, ક્ષમા અગ્નિ છે. અને વિનય પત્રિકામાં ભગવાન તુલસીએ પ્રેમ જળ તર્પણ હોવું જોઈએ તે વાત કહી ક્ષમાની વાત મોરારીબાપુએ કરી હતી.

જામનગરના જાડેજા બાપુને યાદ કરતા જણાવ્યું હતું કે, નારાયણ બાપુના ભજનો દરમ્યાન કેવા તલલ્લીન બની જતા.

જ્ઞાની ભકત હોય છે, તેમ જણાવી મોરારીબાપુએ કહ્યું કે, જ્ઞાની તેના પુસ્તકને લઈને પડ્યો રહે છે તે તેની ભકિત જ કહેવાય. જેથી જ્ઞાની ભકત જ છે. સુરદાસજીને યાદ કરતા તૃષ્ણાને તૃપ્ત કરવા દરિયા કિનારે ન જવું જોઈએ, અને દરિયો કોઈ દી તૃપ્ત ન કરે. જે સંસાર સિંધુની વાત છે. જેમાં ડૂબકી જ મારી લેવાય ,ન્હાવાય. પણ પિવાઈ નહીં.

સંસારના મોજા ઓછા થવાના નથી, સતસંગમાં ડૂબકી મારી લેવાની વાત કહેતા મોરારીબાપુએ કહ્યું. હતું કે, ૯ દિવસ નહિ તો માત્ર ૧ દિવસ જ કથા-સતસંગમાં ડુબકી લગાવી તરબોળ થવુ જોઈએ.

પ્રકાશની શકિત કરતા ભકિતની શકિત વધારે હોય છે. દ્રૌપદીના ચિરહરણ સમયે ભગવાન કૃષ્ણને યાદ કરતા જ ભગવાન કૃષ્ણના કાળા રંગમાંથી ગુસ્સે ભરાઈ લાલચોળ થઈ ગયા હતા. એ બહેનનો પ્રેમ જ હતો.

ચંદ્ર યાનની ઘટના બાદ ઇસરોના અધિકારીને વડાપ્રધાન મોદી પાસે રડવાની દ્યટનાને લઈનેઙ્ગ ઇસરોના અધિકારીને આ સમગ્ર ચંદ્રયાનની સફળતા બદલ વ્યાસપીઠ પરથી લાખો લાખો વધાઈ આપી.અને રાજપીઠ તેમજ વ્યાસપીઠ અને શકિતપીઠ પણ સાથે છે.તેમ માનસ ક્ષમા રામ કથાના વ્યાસાસનેથી મોરારીબાપુએ કહ્યું હતું. અને આખી દુનિયાના બધા દેશો ખુશ છે. ત્યારે પાડોશી દેશ દુઃખી છે. તેનો પણ હાસ્યાસ્પદ ઉલ્લેખ કર્યો હતો.

જામનગરની માનસ ક્ષમા રામ કથાના વિરામ ટાણે મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી છોટી કાશી ગણાતા જામનગરના મધ્યમાં બાલા હનુમાનજી મંદિરમાં અખંડ રામધુનને યાદ કરી શ્રી રામ જય રામ જય જય રામની ધૂનનું શ્રોતાઓ સાથે પ્રેમ પૂર્વક ગાયન પણ કર્યું હતું. આજે શ્રીરામ કથાનો ત્રીજો દિવસ છે.

પરમાત્માની મૂર્તિ કૃપા મંદિર છે, ક્ષમા પદાર્થ અણમોલઃ પૂ.મોરારીબાપુ

 જામનગર, તા.૯: જામનગરમાં માનસ ક્ષમા રામ કથામાં ત્રીજા દિવસે વરસતા વરસાદ વચ્ચે મોરારીબાપુએ સવારે કથા પંડાલમાં રામનામ સાથે પ્રારંભ કરાવ્યો હતો.ઙ્ગ

મોરારીબાપુએ ત્રીજા દિવસે સાત્વિક ક્ષમા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રામ, લક્ષમણ પાસે કેવટનો પ્રસંગ યાદ કરતા માંગેલ માફીને પ્રભુએ કરેલ કૃપાને સાત્વિક ક્ષમા રૂપી ગણાવી હતી.

ગુણાતીત ભગવાન રાઘવેન્દ્ર છે. પરમાત્માના દેહ માટે તુલસીદાસજીએ બે ત્રણ વાતો કરી તે જણાવતા પરમાત્માની મૂર્તિ કૃપા મંદિર છે. તેમ જણાવતા ક્ષમા પદાર્થ અણમોલ છે તેમ જણાવ્યું હતું.

મહાભારતમાં અનુ ગીતા આવી તેની વાત કરતા મૂળ મહાભારતની કશ્યપ ગીતાનો ઉલ્લેખ કરતા દ્રૌપદીને યુધિષ્ઠિર ક્ષમાનો બોધ આપે છે. તે દ્રશ્યને ત્રાદ્રશ્ય કરાવતા કહ્યું હતું કે, યુધિષ્ઠિર ધર્મપુરુષ હતા.

ક્ષમા બ્રહ્મઃ ,ક્ષમા સત્યમ, ક્ષમા ભૂતન ચ, ભાવિ ચ,ક્ષમા તપૅં,ક્ષમા શૌચમ, સમયેદમ, ધ્રુતમ જગતૅં શ્લોક દોરાવતા મોરારી બાપુએ માર્મિક ક્ષમા અંગે વાત કરતા જણાવ્યુ હતું કે ,કશ્યપ ગીતા બ્રહ્મને ક્ષમા ગણાવે છે.

મોરારીબાપુએ મુંબઈની ટાટા હોસ્પિટલની દ્યટનાનું ઉદાહરણ આપતા ટાટાએ પરિચરિકા સાથે ડ્યુટી દરમ્યાન થયેલ સંવાદ બાદ ટાટા એ પરિચરિકાની રજા સુધી રાહ જોઈ તેની માફી માંગી તેના ઉદાહરણ સાથે ક્ષમનું મર્મ સમજાવ્યું હતું.

ઇષ્ટ તર્ક સારા હોય છે, દુષ્ટ તર્કને ફેંકી દેવા તુલસીએ કહ્યું છે.તેમ મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું.

વર્તમાન કાળ છે જ નહીં. માત્ર ભવિષ્ય અને ભૂતકાળ જ છે. પળો આવે ત્યારે મોતી પરોવી લેવાની વાત કરતા મોરારીબાપુએ કહ્યું કે ભૂત અને ભવિષ્યકાળ છે. વર્તમાનકાળ નહિ સ્થિતિ છે.

ક્ષમા તમારે ઘર આંગણે છે. તેમ જણાવતા ક્ષમા તપ છે. એમ કશ્યપ ગીતા અંગેની વાત કરતા દ્રૌપદી નું ઉદાહરણ આપતા ક્ષમાની વાત કરી હતી. તમારી આંખોને ભીની રાખી તપ કરવા જણાવી તેજ વધારશે. જેથી ક્ષમાનું તપ કરવાની વાત કરી હતી.

ક્ષમા સાચા ધર્મમાંથી આવે. કલિયુગ તપનો કાળ નથી. લખમણ બાપુએ કરેલ વાતને યાદ કરતા જણાવ્યું હતું કે, અમે શુદ્ઘ થઈને તમને સેવ્યા છે. આવી વાત મોરારીબાપુએ કરતા ક્ષમા અંગેના દ્રષ્ટાંતો આપ્યા હતા. અને આખી પૃથ્વીને ક્ષમરૂપી ગણાવી છે.

(4:05 pm IST)