સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

જામકંડોરણામાં બે કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ ગામની ઉતાવળી નદી બે કાંઠેઃ ફોફળ ડેમ ૧.ર૦ ફુટે ઓવરફલો

જામકંડોરણા તા. ૯ :.. બપોરના ૧.૩૦ વાગ્યાથી ૩.૩૦ વાગ્યા સુધીમાં બે કલાકમાં ધોધમાર ૭ર મી. મી. (ત્રણ ઇંચ) વરસાદ પડયો હતો આ જોરદાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને ખેતરો પણ પાણીથી ભરાયેલા જોવા મળ્યા હતાં. જામકંડોરણાની ઉતાવળી નદીમાં પુર આવતા લોકો પુર જોવા ઉમટયા હતા અને લોકોમાં આનંદ છવાયો હતો. જામકંડોરણાનો ફોફળ ડેમ હાલ ૧.ર૦ ફુટે ઓવરફલો થઇ રહયો છે. આ ફોફળ ડેમ છેલ્લે ર૦૧૩ માં ઓવરફલો થયો હતો ત્યારબાદ છ વર્ષ પછી ફરી ઓવર ફલો થતા લોકોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળેલ અને આજુ બાજુના ગામોના લોકો ડેમના કાઢીયા પર ઓવરફલો જોવા ઉમટયા હતા અને લોકોમાં ખુશી જોવા મળી રહી હતી.

(12:07 pm IST)