સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

મોરબી પટેલ મહિલા કોલેજના પોષણમાસ

મોરબીઃ જે એ પટેલ મહિલા કોલેજ મોરબીમાં હોમ સાયન્સ તેમજ એન એસ એસની બહેનોના સંયુકત ઉપક્રમે પોષણ માસ નિમિતે જુદી જુદી વ્યકિતઓ માટે પૌષ્ટિક વાનગીઓનું વ્યાખ્યાન આપી તે વાનગીઓ નિદર્શન પદ્ઘતિ દ્વારા ફૂડ એન્ડ ન્યુટ્રીશન વિષયના પ્રો. મોનીકાબેન માલવણીયાએ દરેક બહેનોને વાનગી કરીને બતાવી હતીપોષણ માસ નિમિતે પોષણ અંગેની આપી જુદા-જુદા પ્રકારના પોષણની ખામીથી થતા રોગો અને તે રોગોને નિવારવા માટેના ઉપાયો વિષયક સંપુણઙ્ખ માહિતી પુરી પાડી હતી વિદ્યાર્થીનીઓએ લો-કેલરી વાનગી તેમજ બાળકો માટેની જુદી -જુદી વાનગીઓ જેવી કે પ્રોટીન , કેલેરી, કેલ્શિયમ, તેમજ આયન અને વિટામીન રીચ ડીશ તૈયાર કરી પોષણ અંગેનુ માગઙ્ખદશઙ્ખન પુરુ પાડવામા આવ્યુ હતુ અને કુપોષણ તેમજ ઓબેસીટીથી દુર રહેવા માટેની માહિતી આપીને સાથે સાથે કોલેજના બહેનોને ફાસ્ટ ફુડથી દુર રહેવા માટે પ્રેરણા પૂરી પાડી હતી તે તસ્વીર.

(12:04 pm IST)