સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

કોટડા સાંગાણીના બગદડીયામાં મજુર દંપતિનું મોત ઝેરી દવાથી થયાનુ ખુલતા રહસ્ય ઘેરૂ બન્યુ

અગાઉ વીજ શોકથી મોત થયાની પોલીસને શંકા હતીઃ ઘટના સ્થળેથી બોટલ ન મળતા પોલીસ ગોટે ચડીઃ બંન્ને વચ્ચે ઝભડો થયો હોય તે અને દવા પી લીધાનું તારણ

કોટડાસાંગાણી તા.૦૯:  કોટડાસાંગાણીના બગદડીયાની સીમમાંથી પર પ્રાંતીય મજુર દંપતીની મળેલ લાશ અંગે પ્રાથમીક તપાસમા વીજ શોકથી મોત થયાનુ તારણ પોલીસે આપ્યુ હતુ પરંતુ ફોરેન્સીક પીએમમા બંનેના મોત ઝેરી દવાથી થયાનુ ખુલતા રહસ્ય વધુ ઘેરાયુ છે.

તાલુકાના બગદડીયા ગામે કાળુભાઈ બોરીચાની વાડિમા પંદર દિવસ પુર્વેજ મજુરી કરવા આવેલા મુળ એમપીના  જપાલી (તાલુકા રાજપોર જીલ્લા બળવાનીના) વતની લલીતા સોલંકિ ઉમર ૨૫ અને મહેશ સોલંકિ ઉમર ૨૭ વર્ષ તેમના પુત્ર રીકેશ સાથે મજુરી કરવા આવેલ ત્યારે  બંને પતી પત્નિની શંકાસ્પદ હાલતમા વાડિના મકાન પાસેજ લાશ મળી આવી હતી . જે અંગે કોટડાસાંગાણી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પરંતુ બંને ના મોત કઈ રીતે નીપજ્યા છે તે અંગે જાણવા પોલીસે મથામણ કરી હતી અને પ્રાથમીક તપાસમા બંનેના  વીજશોકથી મોત થયાનુ અનુમાન પોલીસે લગાવ્યુ હતુ.

જોકે ફોરેન્સીક પીએમમાં દંપતીનુ મોત ઝેરી દવાથી થયુ હોવાનુ ખુલતા રહસ્ય વધુ ઘેરૂ બન્યુ છે.  દંપતીએ સવારે તેમના ભાઈ સાથે ૩૦મીનીટ સુધી ટેલીફોનીક વાત ચીત કરી હતી ત્યારે પણ કોઈ દુખની વાત કરી ન હોતી અને આ મામલે વાડિ માલીકને પણ કોઈ ઘર કંકાશ જેવુ લાગતુ ન હતુ.  પોલીસ તપાસમા પણ આસપાસમાથી કોઈ ઝેરી દવાની બોટલ પણ મળી આવેલ ન હતી પરંતુ લાશ પાસે એક ગ્લાસ જોવા મળેલ  તો બંનેએ આત્મહત્યા કરેલ હોઈ તેવુ પણ દેખાઈ આવતુ નથી તો બંનેને કઈ રીતે ઝેરી અસર થઈ અને તેઓના મોત થયા તે અંગે રહસ્ય વધુ ઘેરૂ બન્યુ છે.ત્યારે બનાવ સમયે વીજ શોકથી મોત થયાનુ જણાવતી પોલીસે ફોરેન્સીક રીપોર્ટ બાદ યુ ટર્ન લીધો છે અને જણાવેલ કે આ અંગે કદાચ પતી પત્ની વચ્ચે કોઈ કારણોસર જગડો થયો હોઈ અને બંનેએ આવેશ આવી ઝેરી દવા પીધી હોઈ અને મોત થયા હોય.

 સાથે જ બગદડિયામજ અન્ય વાડિમા મજુરી કરતા મૃતકના સાઢુભાઈ કૈલાશ નામના યુવાનનુ પણ આ અંગે નીવેદન નોંધવાનુ પોલીસે જણાવ્યુ હતુ હાલ તો દંપતીના મોત ઝેરી દવાથી થયાનુ ખુલતા રહસ્ય વધુ ઘેરૂ બન્યુ છે.ત્યારે જોવુ રહ્યુ કે દંપતીના મોત અંગે પોલીસ તપાસમા શુ ખુલે છે.

 

(11:31 am IST)