સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

ભાવનગર-૪II, મહુવા-૩II, મેંદરડા-૧ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘમહેરથી નદી, નાળા, તળાવો, ડેમ છલોછલઃ વરસાદી વાતાવરણ યથાવત

ભાવનગરઃ ભાવનગરમાં ર૪ કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર) (૭.ર૦)

રાજકોટ તા. ૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘમહેર યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે અડધાથી સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડયો છે.

ભાવનગર

 ભાવનગરઃ ભાવનગર શહેરમાં આજે સવારે એક કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડી જતાં રસ્તાઓમાં વાહનો ફસયા હતા. સવારે સ્કુલની બસો રસ્તામાં બંધ પડી હતી. વૃક્ષો ધરાશયી થયા હતા. દરમ્યાન જીલ્લામાં અર્ધાથી સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.

આજે સોમવારે સવારે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ તુટી પડયો હતો. સવારે સાત વાગે મુશળધાર વરસાદ સતત પડતાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં અને રસ્તાઓમાં પણ પાણી ભરાઇ ગયા હતા. સવારે વાહનો રસ્તામાં ફસાયા હતા અને સ્કુલવાનો પણ પાણીમાં બંધ પડી ગઇ હતી. સવારે ભાવનગરમાં પ૪ મી.મી. વરસાદ પડતાં શહેરનો સીઝનનો કુલ વરસાદ ૧૦૦ર મી.મી. થયો છે. ભારે વરસાદથી વિરાણી સર્કલ કાળીયા બીડ, ભરતનગર, કુંભારવાડા, રેલ્વે સ્ટેશન રોડ, શિવાજી સર્કલ, ગાયત્રીનગર, આનંદનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સવારે સ્કુલ જતાં બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા ર૪ કલાક દરમ્યાન જીલ્લામાં સર્વત્ર અર્ધાથી સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે આજે સવારે ૬ થી ૮ બે કલાક દરમ્યાન અર્ધાથી બે ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ

જુનાગઢઃ જીલ્લામાં ગઇકાલ સવારના ૬ વાગ્યાથી આજે સવારે ૬ વાગ્યા સુધી ર૪ કલાકમાં ઝાપટાથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કેશોદ ૪ ઇંચ, જુનાગઢ પોણો ઇંચ, ભેસાણ ઝાપટા, મેંદરડા અઢી, માંગરોળ-માણાવદર ઝાપટા, વંથલી ર ઇંચ, વિસાવદર ૪ ઇંચ, માળીયા અઢી ઇંચ સાથે આમ સરેરાશ ઝાપટાથી લઇ ૪ ઇંચ વરસાદ નોંધાયો છે અને જુનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે.

વરસાદનાં આંકડા નીચે મુજબ છે.

ગારીયાધાર    ર૯ મી.મી.

ઘોઘા          ૩૦ મી.મી.

ભાવનગર    ૧૧૩ મી.મી.

મહુવા         ૮૪ મી.મી.

શિહોર         ૧૦ મી.મી.

ઉમરાળા       ૧ર મી.મી.

જેશર          ૩૦ મી.મી.

તળાજા        ર૮ મી.મી.

પાલીતાણા     ર૧ મી.મી.

વલ્લભીપુર    ૩૪ મી.મી.

(11:31 am IST)