સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

જામનગર જિલ્લાનો ઊંડ -1 ડેમના 14 દરવાજા છ ફૂટ અને ઊંડ -2ના 17 દરવાજા 4 ફૂટ ખોલાયા નદીઓ ગાંડીતુર

જામનગર જીલ્લા માટેના મુખ્ય પાણીના સ્રોત એવા ઉંડ ૧ ડેમના ૧૪ દરવાજા ૬ ફુટ ખોલ્યા છે

મોટી રાત્રે ડેમ પર પાણીની વધારે આવક થતાં ૧૪ દરવાજા ખોલ્યા હોવાનું જાણવા મળે છે. ડેમના દરવાજા ખોલતા ઉંડ નદીમાં ઘોડાપૂર આવ્યા છે.

બીજી તરફ જોડિયા ખાતે આવેલ ઉંડ ૨ ડેમના ૧૭ દરવાજા ૪ ફુટ ખોલ્યાના સમાચાર મળે છે.નિચાણ વારા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા હતા. નિચાણ વિસ્તાર ને અલર્ટ રહેવા ની સુચના આપી છે નદી ગાંડીતૂર બની છે.

(10:37 pm IST)