સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

એસ.ઓ.જી. ભાવનગરનો સપાટો :ખુંટવડામાંથી ઝડપાયેલ જાલી નોટ કેસમાં વધુ ૪.૨૧ લાખની જાલી નોટ ઝડપી :વધુ ત્રણ આરોપી પકડાયા

આ કેસમાં હાલ સુધી ૯ આરોપીઓ ઝડપી ૫.૬૨ લાખની જાલી નોટો કબજે કરેલ

ભાવનગર એસઓજી પોલીસે સફળ કામગરી કરતા બાતમી આધારે ખુંટવડા ખાતેથી એક ડોકટર રાકેશભાઇ બાધાભાઇ નાગોથા તથા ભગુભાઇ ઉર્ફે ભગત ભરવાડને રૂપિયા ૨૦૦૦ ના દરની ૨૬ હજારની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડેલ હતા અને ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટએ વધુ તપાસ હાથ ધરેલ અને ત્યારબાદ આ ગુન્હામાં સંડોવાયેલ વધુ એક આરોપી ચિરાગ ઉર્ફે મુન્નોના ઘરેથી રૂપિયા ૫૪ હજારની જાલી નોટ ઝડપી પાડેલા હતા અને વધુ ત્રણ આરોપીઓ  ચોટીલા તાલુકાના ઢોકળવા ગામેથી જેસાભાઇ મનજીભાઇ રહેવાસી  ઢોકળવા પરેશભાઇ જગદીશભાઇ સોલંકી રહેવાસી લાઠી તથા પ્રતિક જગદીશભાઇ નકુમ રહેવાસી બગસરાવાળાઓને રૂપિયા ૬૧૨૦૦ ની જાલી નોટો તથા કાગળ પણ નોટો છાપેલ કાગળો તથા નોટો છાપવા ઉપયોગ લીધેલ પ્રિન્ટર  મશીન-૨ તથા નોતો છાપવા ઉપયોગમાં લીધેલ સાહિત્ય કબ્જે લઇ ત્રણેયની ઘરપકડ કરવામાં આવેલ હતી. અને પકડાયેલ આરોપીઓને કોર્ટ મા રજુ કરી દિન-૪  ના રિમાન્ડ  મેળવેલ હતા

 આરોપીઓની કબૂલાત આધારે આજરોજ એસ.ઓ.જી. પોલીસ અમદાવાદ તપાસમાં ગયેલ અને અમદાવાદ ઘાટલોડિયા એ-૨  આનંદ બાગ ટેનામેન્ટ મા રહેતા યશકુમાર અલ્પેશ ભાઈ ઠાકર ના ઘરે છાપો મારી રૂપિયા ૪,૨૧૫૦૦ બનાવટી ભારતીય ચલણી નોટો ( રૂપિયા ૨૦૦૦ X ૧૯૬, ૨૦૦X૧૪૫, ૧૦૦X ૫) ઝડપી પાડેલા હતા અને આરોપીને અરેસ્ટ કરેલ હતો તેમજ આ કામ મહુવાથી આ કાંડ મા સંડોવાયેલ આરોપી  જગદીશ ઉર્ફે જગો નારણભાઈ પરમાર (ઉ. વ. ૨૩) ( રહે. અખતરિયા તા.મહુવા અને  બિપીન જેન્તીભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦ ) ( રહે. નેસવડ તા. મહુવા) ન ઇઝડપી લીધા હતા

 આમ એસ.ઓજી. પોલીસને ખુંટવડા ઝડપાયેલ જાલી નોટ પ્રકરણમાં વધુ ૪૨૧૫૦૦ ની જાલી નોટ કબજે લઇ ત્રણવધુ  આરોપીઓને દબોચી લીધા હતા  આ કેસમાં હાલ સુધી ૯ આરોપીઓ ઝડપી ૫.૬૨ લાખની જાલી નોટો કબજે કરેલ છે

(10:20 pm IST)