ધોરાજીમાં તાજીયા પડમાં આવ્યાની સાથે જ મેઘરાજાનો બીજો રાઉન્ડઃ દોઢ ઇંચ વરસ્યો
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૯: તાજિયા પડમાં આવ્યા ની સાથે મેઘરાજાનો બિજો રાઉન્ડ શરુ થતાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
ધોરાજી પંથકમાં સોમવારે અચાનક સાંજે તાજીયા પડમાં આવ્યા એ સમયે જ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરતા આજ સવાર સુધીમાં દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો
મેઘરાજાની મહેર થી ૧૬.૫ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જે દરમીયાન ખેડૂતોએ પોતાના ખેતરોમાં નિંદામણ અને પાકની જાળવણી નો સમય મળી ગયો હતો. જ્યારે સોમવારે સાંજે છ વાગ્યાથી આજ સવાર સુધીમાં મેઘરાજાની બીજાં રાઉન્ડની શરૃઆત થતાં દોઢ ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી
સોમવારે સાંજે તાજીયા પડમાં આવ્યા અને મેઘરાજાએ અચાનક જ ભારે પવન સાથે એન્ટ્રી કરતા થોડીવાર માટે તો તાજીયા કમિટી દ્વારા ને મુશ્કેલી સર્જાઈ ગઈ હતી તાત્કાલિક તાજીયા પ્લાસ્ટિક થી ઢાંકવા પડ્યા હતા.
પરંતુ થોડી જ વારમાં વરસા દેવી રામ લેતા તાજીયા કમિટીઓને કોઈ પ્રોબ્લેમ થયો ન હતો અને શાંતિપૂર્ણ રીતે તાજીયા પડમાં આવ્યા હતા.