સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th August 2022

૧૦ મિનિટમાં ૩૦૦ દાખલા ગણવાની સ્પર્ધામાં ગોંડલનો ૮ વર્ષનો ધ્વનિત ચનીયારા થયો ચેમ્પિયન

(હરેશ ગણોદીયા, જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. ૯ : અભ્યાસમાં ગણિતનું નામ પડે અને બાળકોને મૂંઝવણ ચાલુ થવા માંડે ત્યારે એવા પણ બાળકો છે કે જેમણે પોતાના મગજને પૂરેપૂરી રીતે કસીને ગણિત જેવા અઘરા વિષયને પોતાની આંગળીના ટેરવા પર રમાડતું કરી દીધું હોય. ગોંડલના પરફેકટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના આવા જ ૧૫ હોનહાર બાળકો  માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરાના માર્ગદર્શન નીચે આવી કરામત સરળતાથી કરી બતાવી છે.

 કોઈપણ પ્રકારના ઇલેકટ્રોનિક  સાધન કે કેલ્ક્યુલેટરની મદદ વગર ૧૦ મિનિટમાં ૩૦૦ દાખલા ગણવાની ઓનલાઈન સ્પર્ધા યુસીમાસ દ્વારા યોજવામાં આવેલ હતી. જેમાં ગોંડલના ૧૫ બાળકોએ અલગ અલગ કેટેગરીમાં પાર્ટીસીપેટ કરેલ. આ સ્પર્ધામાં માત્ર ૮ વર્ષના ચનીયારા ધ્વનિત રોહિતભાઈ એ  ક્ષ્૨ કેટેગરીમાં ચેમ્પિયનનું બિરુદ મેળવીને વડોદરા ખાતે ડો. સ્નેેહલ કારિયા , સિમ્પલીસીઓ અને મેહુલ જોશીના હસ્તે ટ્રોફી મેળવી હતી.આ સાથે જ ક્ષ્૨ કેટેગરીમાં સમર્થ ઘોણીયા અને ક્ષ્૩માં યારવી રામાણીએ દ્વિતીય રેન્ક મેળવેલ. ખ્૩ કેટેગરીમાં કાકડીયા દધ્યનગ  અને ક્ષ્૩માં વ્યોમ ચનીયારાએ તૃતીય ક્રમ સાથે ટ્રોફી મેળવેલ. શુભ ચોથાણી અને ઓમ  વાઘમશીએ ચોથા નમ્બરનું સ્થાન મેળવેલ. દર્પ ગજેરા , સમર્થ સોનછાત્રા  અને સાર્થક પાનસૂરિયા અલગ અલગ કેટેગરીમાં પાંચમા સ્થાન પર આવેલ. ઝોનલ એવોર્ડમાં ખ્૩માં શ્રેય રાઠોડ અને ક્ષ્૩માં જાડેજા શ્રેયાએ ટ્રોફી જીતેલ. જ્યારે કાપડિયા સની , ભાલોડી ખુશ અને વૈષ્ણવ તાનીને પાર્ટીસિપેશન મેડલથી સંતોષ માનવો પડ્યો.

આ બાળકોને આ ઓનલાઈન મેથ્સની સ્પર્ધા માટે તૈયાર કરનાર માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે આ સ્પર્ધા અને બાળકોની આ ક્ષમતા વિશે પૂછતાં તેમણે જણાવેલ કે બાળકોમાં અપાર શકિતનો ભંડાર પડેલો જ છે , જરૃર છે માત્ર તેમને ઉજાગર કરવાની.જરૃર નથી કે બધા બાળકો એક જ મેથડ થી બધું શીખી શકે, ક્યારેક બાળકની ક્ષમતા અને શકિતને અનુરૃપ ફેરફાર પણ જરૃરી છે. આ બાળકોએ અબેકસ પદ્ધતિની મદદથી ગણિતને સાવ રમત બનાવી દીધું.આ સ્પર્ધા દ્વારા બાળક સરવાળા , બાદબાકી ગુણાકાર ભાગાકાર તો કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટર કરતા પણ ઝડપથી કરી જ લે છે પરંતુ સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ , લોજીક એપ્લાય , ઝડપથી વિચારવાની ક્ષમતા આ બધું પણ નાનપણી જ શીખતો થઈ જાય છે.અબેકસના ઉપયોગ દ્વારા અને આવી સ્પર્ધા દ્વારા માત્ર ગણિત જ નહીં , પરંતુ બાળકોનું માઈન્ડ મેમરી પાવર , લોજીક , એકાગ્રતા , વિઝન અને વિઝયુઅલાઈઝેશન બધું જ પાવરફુલ થાઈ છે અને આ બાળકો ભવિષ્યની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નાની ઉંમરથી જ તૈયાર થાય છે. આ બાળકોને રજનીશ રાજપરા , ઈશાની ભટ્ટ , ઈશા ટાંક અને કાવ્યા સાવલિયાના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવેલ. સાથે બાળકોના માતા પિતા દ્વારા પણ તેમને પૂરું પ્રોત્સાહન મળેલ છે.આ બાળકોને પ્રકૃતિ પ્રેમી હિતેશભાઈ દવે , દિવ્યેશ સાવલિયા , અશોકભાઈ શેખડા , યતીન ભાઈ સાવલિયા દ્વારા શુભેચ્છાઓ અપાયેલ.  આ બાળકો આગામી વર્ષે ૨૦૨૩માં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની આવી જ પરીક્ષા માટે પણ સજ્જ થઈ પોતાનું અને ગોંડલનું નામ રોશન કરવા તૈયાર છે.(

(12:21 pm IST)