ભાવનગરમાં હીરાના કારખાનેદાર સહિત ૯ શખ્સો જુગાર રમતા ૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૯: ડી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેકટર પી.બી.જાદવને બાતમી મળી હતી કે,બોરતળાવ રોડ પર આવેલ માલધારી સોસાયટીના પ્લોટ નં.૨૬ માં રહેતા મનીષભાઈ અમરશીભાઈ કણકોટિયા પોતાની માલિકીના હીરાના કારખાનામાં ચોથા માળે આવેલ રૃમમાંઙ્ગ જુગારધામ ચલાવે છે . પોલીસે આ જગ્યાએ દરોડો પાડી તપાસ કરતા રૃમની અંદર જુગાર રમતા કેતન બાબુભાઇ પટેલ,અશોક ઠાકરશીભાઈ ઘોરી,હરેશ અરજણભાઈ પટેલ,સંજય વાલજીભાઈ મોણપરા, અલ્પેશ તળશીભાઈ ડોંડા,દેવરાજ કરશનભાઇ સુતરિયા,મહેશ વલ્લભભાઈ ધમેલીયા અને ભાવેશ બળવંતભાઈ મોરી મળી આવ્યા હતા.
ડી ડિવિઝન પોલીસે મનીષ કાણકોટિયા સહિત ૯ શખ્સને રોકડા રૃ.૨,૩૫,૦૪૦ અને ૯ મોબાઈલ મળી કુલ.રૃ.૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગરધારાની કલમઙ્ગ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.