જામનગરમાં આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્રયાસઃ લોકોએ આરોપીને ઝડપી લીધો
જામનગર,તા.૯: જામનગર જિલ્લાના લાલપુરમાં કાલેે સમીસાંજે આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટવાની પેરવી થઈ હતી. લાલપુરમાં જુના પોલીસ સ્ટેશન નજીક આવેલ વિશ્વમ આંગડિયા પેઢીનો કર્મચારી પોતાના પેઢીને બહાર નિકળ્યો ત્યારે આંગડિયા પેઢીના નાણાનો છેલ્લો લઈ જઈ રહેલા કર્મચારી જયારે પેઢીનું શટર બંધ કરતા ત્યારે જ કોઈ અજાણ્યો યુવાન આવી ચડ્યો હતો અને આંગડિયા પેઢીના કર્મચારીના હાથમાંથી નાણા ભરેલો થેલો ઝુંટવી ભાગ્યો હતો.
આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી નાણા ભરેલો થેલો લઈ ભાગતા આંગડિયા પેઢીના કર્મચારીએ બુમાબુમ કરી મુકી હતી. જેથી આસપાસના વેપારીઓ અને વટેમાર્ગુઓ એકત્ર થઈ આ લૂંટારોનો પીછો કરતા હતા. ત્યારે ડો.દવેના દ્યર પાસે એક લૂંટારું પડી ગયો હતો.જેને પકડી પાડી લૂંટ કરેલ થેલો પરત લઇ લીધો હતો અને આ લુટારુની પાસે હથિયાર પણ લોકોને નજરે પડતાં પોલીસને જાણ કરાઇ હતી જેથી પોલીસે તાબડતોબ દોડી આવી ભોગ બનનાર આંગડિયા પેઢીના કર્મચારી અને લૂંટારૂને પોલીસ સ્ટેશને લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે. આ લૂંટારૂ પ્રાથમિક દ્રષ્ટિએ આંતરરાજય તરફનો હોય તેવું જણાઈ રહ્યું છે.
સમીસાંજે લાલપુરમાં આંગડીયા પેઢીના કર્મચારીને ભરબજારે લૂંટવાની આ બનાવને પગલે લોકોમાં ભયનું લખલખું જોવા મળી રહ્યું છે. ત્યારે પોલીસની ધાક પર પણ અનેક સવાલો ઊભા થાય છે.(તસ્વીરો કિંજલ કારસરીયા,જામનગર)