સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th August 2018

જુનાગઢમાં દાતારમાં દબાણો દુર કરવા સાધુ-સંતો સાથે વિશાળ રેલી

કમિશ્નર અને કલેકટરને આવેદનઃ તંત્રનું હકારાત્મક વલણઃ ઉપલા દાતાર ખાતે પૂ. વિઠ્ઠલબાપુ અને સેવકોના પ્રતિક ઉપવાસ

જુનાગઢઃ તસ્વીરમાં દબાણો દુર કરવાની માગ સાથે રેલી-આવેદનપત્ર પાઠવાયું તે નજરે પડે છ.ે (તસ્વીરઃ મુકેશ વાઘેલા -જુનાગઢ)

 જુનાગઢ તા.૯ : જુનાગઢમાં નીચાણ વિસ્તારના દબાણો દુર કરાવવા સવારે સાધુ-સંતોની આગેવાનીમાં દાતાર સેવકોએ વિશાળ રેલી યોજી અને કમિશનર તેમજ કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું.

શહેરમાં ઉપલા દાતારની જગ્યાએ જવાના નીચલા દાતારની લઇ વડી વિભાગના પાણા સુધીના રસ્તાની બંને બાજુ મોટાપાયે પેશદકમી કરવામાં આવી છે.

દબાણોના કારણે માર્ગ સાંકડો થઇ જતા ભાવિકો અને ડેમ પર આવતા પ્રવાસીઓને ભારે હેરાનગતી ભોગવવી પડે છે.

આ મામલે છેલ્લા ૮ માસમાં અનેક વખત રજુઆત કરવા છતા તંત્ર દ્વારા ઘટતુ કરવામાં નહિ આવતા આજે સવારે રેલી યોજવામાં આવી હતી.

શહેરમાં સવારે ૧૦-૧૦ ને કલાકે સરદાર ચોક ખાતેથી શરૂ થયેલી આ રેલીમાં ગિરનાર અંબાજી મંદિરના મહંતશ્રી તનસુખગીરીબાપુ, ગુરૂ ગોરખનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથબાપુ, વેજનાગીરી બાપુ, બુધગીરીબાપુ સહિતના સાધુસંતોની આગેવાનીમાં જુનાગઢ તેમજ અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારોના વિશાળ સંખ્યાના દાતાર સેવકો જોડાયા હતા.

જય દાતારના નાદ સાથે નીકળેલી આ રેલી સરદાર ચોકથી એમ.જી.રોડ ખાતે મનપા કચેરીએ પહોંચી હતી જયા કમીશનર પ્રકાશ સોલંકીને અને બાદમાં કલેકટર શ્રી ડો. સૈરભ પારધીને આવેદનપત્ર આપી સંતો અને દાતાર સેવકોએ રજુઆત કરી હતી.

તંત્રએ સત્વરે ઘટતું કરવાની ખાત્રી આપી હતી બીજી તરફ ઉપલા દાતાર ખાતે મહંત વિષ્ણુબાપુ, ભીમબાપુએ સેવાદારો ાથે પ્રતિક ઉપવા કર્યા હતા.

(4:06 pm IST)