સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th August 2018

જામનગરના દરેક જીઆઇડીસીમાં મેટલ કાસ્ટ ફેકટરીમાં વિકરાળ આગ : લાખોનું નુકસાન

જામનગર : તસ્વીરમાં ફેકટરીમાં લાગેલી વિકરાળ આગ નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

 જામનગર તા. ૯ : જામનગરના દરેક જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.

 

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ૩માં પરફેટ મેટલ કાસ્ટ નામની ફેકટરી આગ લાગી હતી. જેથી મેજર કોલ જાહેર કરી ચીફ ફાયર ઓફિસર સહિતનો ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. રિલાયન્સ, જી એસ એફ સી જામનગર ફાયરનીઙ્ગ ગાડીઓએઙ્ગ ચાર થી પાંચ કલાક સતત પાણી અને કેલીમકલ નો મારો ચલાવ્યા પછી આગ કાબુમા કાબુ મા આવી હતી.

જો કે આગમા આખી ફેકટરી ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસ વધુ તપાસ હાથ ધરશે. ફેકટરીમા બ્રાસપાર્ટનીઙ્ગ હોઈ નુકશાન ચોક્કસ આંકડો જાહેર નથી થયો, પરંતુ મશનરી શેડ મટીરીયલ મળીને લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.(૨૧.૧૪)

(4:08 pm IST)