મોરબી રોટરી ક્લબના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો
મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી ડી ૩૦૬૦ ના વર્ષ ૨૦૨૧-૨૨ નો પદ ગ્રહણ સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો જેમાં નવા વર્ષના પ્રમુખ તરીકે બંસી શેઠ ( કંસારા) તથા સેક્રેટરી રોટે. રસીદાબેન લાકડાવાલા તથા બોર્ડ મેમ્બેરોને પાસ્ટ ડી. ગવર્નર રોટે. પ્રશાંતભાઈ જાની એ શપથ ગ્રહણ કરાવેલ.
આ સમારોહમાં આસી. ગવર્નર રોટે. જીજ્ઞેશ ભાઈ અમૃતિયા, રોટે. જૈમિનીભાઈ ઠાકર તેમજ રોટરી ક્લબ હળવદના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તથા હળવદ રોટરી ક્લબના સભ્યો તેમજ રોટે. ગૌરાંગભાઈ કાગડા, ઉપપ્રમુખ રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો ઉપસ્થિત રહેલ
ઇન્ડિયન મેડીકલ એસોસિયેશનના પ્રમુખ વિજય ભાઈ ગઢીયા તથા સેક્રેટરી ડો. દીપકભાઈ અઘારા ઉપસ્થિત રહેલ .આમંત્રિત મહેમાનો અને રોટરી પરિવારના સભ્યોની હાજરીમાં સમારોહ પૂર્ણ થયેલ. કાર્યક્રમનું સફળ સંચાલન માસ્તર ઝીલ આશર તથા અજીતભાઈ શેઠે કરેલ હતું