ભાવનગરની સર્વોત્તમ ડેરીમાંથી ગયેલ અમુલ ઘી ના વધુ ૧૫૦ ડબ્બા સાથે એક રાજસ્થાની ઝડપાયો
ભાવનગર તા.૯: સર્વોત્તમ ડેરી માંથી ચોરાયેલ અમુલ ઘીના ડબ્બા સાથે પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપી લીધો છે. શિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.ગોહીલ પોસ્ટેના ડી સ્ટાફ તથા પોલીસ સ્ટાફના માણસોને અનડીટેકટ ગુન્હા અંગે ભાર આપી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સખત સુચના આપેલ આ સુચના અને માર્ગ દર્શન મુજબ શિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૭૨૧૦૨૭૨ આઇ.પી.સી. કલમ ૪૦૭ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો ગંભીરતાથી લઇ શિહોર પો.સ્ટે.ના પો.ઇન્સ. કે.ડી.ગોહીલ સા.તથા એલ.સી.બી એલ.સી.બી ના પી.આઈ ઓડેદરા તથા પીએસઆઈ એન.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એક ટુકડી રાજસ્થાન તપાસમાં મોકલેલ જેઓએ આરોપી પ્રકાશ માંગુલાલ ઢોલી રહે.કલ્યાણપુર ગામ તા-કપાસણ જી.ચીંતોડગઢ રાજસ્થાન વાળાને ટેકનીકલ સેલની મદદથી ઝડપી પાડેલ તેમજ તેના કબ્જામાંથી અમુલ ઘી ના ડબ્બા ૧૫૦ કિ.રૂ. ૯૨૫૫૦૦- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરેલ.
આ કામગીરી માં એલ.સી.બીના બીજલ કરમટીયા સિહોર પોસ્ટેના કુલદીપસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, રણજીતદાન લાંગવદરા,. પી.વી ગોહિલ, કિરીટભાઈ સોરઠીયા, જયતુ ભાઈ દેસાઈ, રામદેવ સિંહ જાડેજાએ, વિઠલભાઈ ચૌહાણ, અનિરુધ્ધ સિંહ ડાયમા , અશોકસિંહ ગોહિલ,પી.જી મારું. જગતસિંહ ગોહિલ.તપાસ અર્થે જઇ વધુ ૧૫૦ ડબ્બા અમુલ ઘી તથા એક આરોપી ઝડપી પડેલ હતો.