સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th July 2021

બનાવટી બિલની તપાસનો રેલો તળાજા સુધી લંબાયો

અલગ જહાજ વાડામાંથી નીકળતા લાખો રૂપિયાના માલની હેરફેર માટે છેલ્લા પચીસ વર્ષથી ચાલે છે બોગસ બિલનો કાળો કારોબાર

(મેઘનાવિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯: ભાવનગર ખાતે રાજ્યની સેલટેક્ષ ની ટીમે જે બોગસ બીલિંગ ની જે તપાસ હાથધરી હતી તે ટીમના અધિકારી તળાજા તપાસમાં આવેલ હતા.અહીં પાવઠી રોડ પર આવેલ સોસાયટી ના રહેણાંક ના મકાનમાં ત્રણેક કલાક જેટલી તપાસ અને પૂછપરછ હાથધરી હોવાનું જાણકાર સૂત્રો એ જણાવ્યું હતું.

જાણકાર સૂત્રો ના દાવા -માણે બોગસ બીલિંગ માં દરોજ ની લાખ્ખો રૂપિયા ની કમાણી છે.મોટાભાગે ભંગાર જેવી ચીજોમાં ૧૮ ટકા  ટેક્ષ છે. દરોજ હજારો ટન અલંગ અને જિલ્લામાંથી ભંગાર એકઠો થાય છે.અન્ય વ્યવસાય અલગ જે દરોજ નો બિઝનેસ કરોડો રૂપિયાનો થાય છે.પણ બોગસ બીલિંગ તેમાંય એક સાથે મોટું બિલ નહિ બનાવી ખોટી અને અલગ અલગ પેઢી ના નામે બિલ બનાવી સરકારને કરોડો રૂપિયાનો ટેક્ષ ભરવામાં નથી આવતો.કરોડો રૂપિયા ની ટેક્ષ ચોરી કરી બોગસ બીલિંગ વાળા લાખ્ખો રૂપિયા કમાય છે.ભાવનગર માત્ર રાજ્ય નુજ નહિ આંતર રાજ્ય માટે નું પણ બોગસ બીલિંગ બનાવવું નું હબ ગણાવાય છે.

ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલ સૂત્રોનું માનીએ તો તળાજા ભાવનગર સહિત જિલ્લામાં અનેક ભંગાર નો વ્યવસાય કરેછે.તેમાં અમુક એવા છે તેઓને સંબધિત તંત્ર સાથે મીઠા સંબંધ હોય છે.તેને કારણે ટ્રક જેવા મોટા વાહનો ગણતરી ની કલાકો માં હતા નહોતા કરી નાખે છે. એક દિવસમાં સાત આઠ બાઈક આરામ થી તોડી નાખે છે.કાયદો એવો છેકે આર.ટી.ઓમાં એ વાહન પેટે કોઈ લેણું નથી તે જોવાનું હોય છે.પણ વગ ધરાવવા વાળા ને કોઈ જ કાયદો નડતો નથી.

ગઈકાલ ભાવનગર અને તળાજા સહિતના વિસ્તારમાં ટેક્ષની ચોરી કરી સરકારને દરોજનો કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડનાર ઈસમો વિરૂદ્ધ લાલઆંખ કરનાર અધિકારી નિષ્ઠાવાન હોવાનું સંબધિત સૂત્રોમાં ચર્ચાઈ રહયુ છે.

(11:55 am IST)