સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th July 2021

મોરબીમાં તા.11 અને 12મીએ હેલ્થ અવેરનેસ સેમીનાર તથા નિદાન-સારવાર કેમ્પ

મોરબી : મોરબીના ઇન્ડીયન લાયન્સ કલબ-મોરબી અને કેંગન વોટર સેન્ટર દ્વારા આગામી તા.11 અને 12ના રોજ હેલ્થ અવેરનેસ સેમીનાર તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
  ઇન્ડીયન લાયન્સ કલબ-મોરબી તથા કેંગન વોટર સેન્ટર દ્વારા હેલ્થ અવેરનેસનો સેમીનાર તા. 11ને રવિવારના સવારે 9 કલાકે, ઓમ હોસ્પીટલ હોલ, મધુરમ લેબોરેટરી ઉપર, ક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ, સાવસર પ્લોટ મેઈન રોડ ખાતે રાખેલ છે. આ સેમીનારમાં સંજયભાઈ સોંડાગર, જયેશભાઈ રાવલ, ભાવેશભાઈ પીપરવાડીયા ઉપસ્થિત રહેશે.
  આ ઉપરાંત, અષાઢી બીજના દિવસે તા. 12ના રોજ ફ્રી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન દિપ હોમીયો. ક્લિનિક, રામ ચોક, મોરબી ખાતે કરેલ છે. જેમાં ડો. નિલેશભાઈ ગામી, મહેન્દ્રભાઈ, ડો. દિપકભાઈ ગામી હોમીયોપેથીક, એકયુપ્રેસર, પ્રાણીક હીલીંગ , ડેન્ટલ અને વોટર થેરાપી દ્વારા સારવાર કરાશે. તો શહેરીજનોએ સેમિનાર અને કેમ્પમાં જોડાવા માટે ક્લબ દ્વારા યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે

(10:22 pm IST)