સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th July 2020

જામનગરમાં કોરોના ના સંક્રમણમા જી.જી.હોસ્પિટલ દ્વારા કોરોના ક્રિટીકલ દર્દીઓને બચાવવા અને નિરોગી બનાવવા પ્લાઝમાની સારવારનો પ્રારંભ : બ્લડ બેંક ખાતે થર્ડ યર રેસિડન્ટ ડો. પ્રિયાંક બત્રાએ પ્લાઝમા દાન કર્યા

   જામનગર:જામનગરમાં હાલ કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે ત્યારે જી.જી.હોસ્પિટલ દ્વારા કોરોના ક્રિટીકલ દર્દીઓને બચાવવા અને નિરોગી બનાવવા પ્લાઝમાની સારવારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

જી.જી.હોસ્પિટલની બ્લડ બેંક ખાતે થર્ડ યર રેસિડન્ટ ડો. પ્રિયાંક બત્રાએ પ્લાઝમા દાન કર્યા હતા અને જણાવ્યું હતું કે, "મને દર્દીઓની કોરોનાની સારવાર કરતા બે મહિના પહેલા કોરોના પોઝિટીવ આવેલ હતો અને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

માઇલ્ડ સિમ્પ્ટોમેટિક હોવાથી થોડા દિવસોમાં હું સ્વસ્થ થયો હતો. બે દિવસ પહેલાં મે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને નવજીવન મળી રહે તે હેતુથી પ્લાઝમા ડોનેટ કર્યા છે.

(3:57 pm IST)