સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th July 2019

પાકવીમો, વળતર સહિતની માંગણી સાથેચોટીલાથી ગાંધીનગર ખેડૂતોની કૂચ : પીપરાળી ગામે અટકાયત

ચોટીલાથી ગાંધીનગર પોતાની માગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવા જતા ખેડૂતોની પીપરાળી ગામ પાસે પોલીસે અટકાયત કરી લીધી છે.

આ તમામ ખેડૂતો પાકવીમો, વળતર, પોષણક્ષમ ભાવ સહિતની માગને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવા જતા હતા. તે દરમિયાન ઉપરથી મળેલા આદેશ પ્રમાણે, પોલીસે 30 જેટલા ખેડૂતોની અટકાયત કરી લીધી છે અને કારણ એવું રજૂ કર્યું છે કે, વિધાનસભા સત્ર ચાલુ હોવાથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને કાર્યાવાહી કરાઈ છે.

(2:03 pm IST)