સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th July 2019

પોરબંદર આઇએનએઇ તાલીમ યુનિટનું ગૌરવ : સી કેડેટસ પાસ આઉટ

પોરબંદર, તા. ૯ : આઈ. એન. એસ. સરદાર પટેલ, પોરબંદરમાં સ્થિત સી કેડેટ કોર (એસ.સી.સી.) એકમમાંથી સી કેડેટ્સ  પાસ આઉટ થયેલ છે.

આઇ.એન.એસ. સરદાર પટેલ સ્થિત સી કેડેટ કોર (એસ.સી.સી.) એકમના ૨૦૧૬-૧૯ બેચ ના ૪૭ સી કેડેટ્સ ત્રણ વર્ષ ની તાલીમ ની સફળ સમાપ્તિ પર પાસ આઉટ થયા હતા. આ અવસર પર આઇ.એન.એસ. સરદાર પટેલ ખાતે ઔપચારિક પાસિંગ આઉટ પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સમીક્ષા નૌસેના પ્રભારી અધિકારી (ગુજરાત) દ્વારા કરવામાં આવી હતી.

આ સી-કેડેટ્સ સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેમને નેવલ ઓરિએન્ટેશન વિષયો, પરેડ તાલીમ / ડ્રીલ, નૌસેના સંચાર, લઘુ શસ્ત્રો વગેરેમાં સૈદ્ઘાંતિક અને વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. સી કેડેટ દિલીપ મોઢવાડિયા અને સી કેડેટ ભોલા રાણાવાયાને અનુક્રમે અકેડેમિક અને પરેડ પ્રશિક્ષણ / કવાયતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શિલ્ડ અને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે, સમીક્ષક અધિકારીએ તમામ પુરસ્કાર વિજેતાઓ ને અભિનંદન આપ્યા અને પાસ આઉટ થઈ રહ્યા સી-કેડેટ્સ ને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નૌસેના ના અભિગમના પાસાઓ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે આ તાલીમ કેડેટ્સ ને તેમના વ્યકિતત્વ વિકાસ, સ્વ-શિસ્ત અને સૌથી મહત્વની ટીમની ભાવનાને વિકસાવવામાં મદદ કરે છે. સી-કેડેટ્સના સન્માનમાં કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં પોરબંદર સ્થિત વિવિધ નૌસેના એકમોના કમાન અધિકારીઓ અને પ્રભારી અધિકારીઓ સાથે આ સી-કેડેટ્સ ને વાતચીત કરવાની સુવર્ણ તક પણ મળી હતી.

(12:02 pm IST)