News of Tuesday, 9th July 2019
ઉનામાં દારૂની ૧૩૬ બોટલો સાથે ર મહિલાઓ ઝડપાઇ
ઉના, તા. ૯ : પોલીસે ૧૩૬ બોટલ વિદેશી દારૂ સાથે બે મહિલાઓને પકડી પાડયા હતાં.
ઉના પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના જમાદાર એ.ડી. ધાંધલ પોલીસ કોન્સ્ટેબલ સલીમભાઇ દોસ્તમહમદ, ભીખુશા, બચુશા એ દેલાવાડા નવાબંદર જતા રોડ ઉપર ચોકડી પાસે બે મહિલાઓ (૧) સુશીલા ઉર્ફે રમીલા ધીરૂભાઇ ફુલબારીયા રહે. ધામળેજ તા. સુત્રાપાડા ત્થા (ર) શાંતા ઉર્ફે પ્રભીબેન મનજીભાઇ ભાલીયા રે. મુળ દ્વારકા તા. કોડીનાર વાળાને રોકી થેલામાં છુપાવેલ ભારતીય બનાવટનો પરપ્રાંતનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૩૬ રૂા. ૧૧ હજાર ૪૦૦ના મુદામાલ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
(10:44 am IST)