સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th July 2019

ઉના તાલુકાના નવાબંદર ગામે યુવાન ઉપર થયેલા ખૂની હુમલા-લૂંટ કેસમાં ૧૦ આરોપીનો નિર્દોષ છૂટકારો

ઉના, તા. ૯ : ઉના તાલુકાના નવાબંદર ગામે પાંચ વરસ પહેલા યુવાન ઉપર થયેલ ખુની હુમલા, લૂંટ, રાયોટીંગના ગુનામાં ૧૦ આરોપીઓને પુરાવો ન હોવાથી નિર્દોષ છોડી મૂકવા હુકમ ઉનાની એડીશ્નલ સેસનસ કોર્ટે કર્યો હતો.

જાણવા મળતી હકીકત મુંબ ઉના તાલુકાના નવાબંદર ગામે ગત તા. ૮-૭-ર૦૧૪ના રોજ રાત્રીના સમયે રઝાકભાઇ કાસમભાઇ સમા તથા તેનો મિત્ર અસ્‍માક શબ્‍બીરભાઇ ચૌહાણ ઉ.વ.૧૯ રહે. નવાબંદરવાળા નવાબંદરમાં આવેલ જામા મસ્‍જીદમાં નમાજ પઢવા ગેલ હતાં ત્‍યાંથી નમાજ પઢી ચાલીને ઘરે જતાં હતાં ત્‍યારે એક ઝાયલો મોટર કાર જીજે-ર૩પી-૧૧૧૦માં ૧૦થી ૧ર જણા નીચે ઉતરી જેમના નામ (૧) હાજી જબ્‍બાર (ર) મુસા સોઢા (૩) રસીક જબ્‍બર (૪) રીયાજ જબ્‍બાર (પ) જંદડુ નુરમમદ (૬) અસ્‍લમ નુરમાહમદ (૭) આરીફ હસન (૯) કાસમ કાજી મુસા (૯) અખ્‍તર હુસેન (૧૦) વાહીદ રહેમાન (૧૧) કાસમ અમુબ (૧ર) ઇબ્રાહીમ મુસા સોઢા રે. નવા બંદર વાળા આવી ધોકા, તલવાર હતાં અને રઝાકભાઇ કાસમ સમાને કહેલ કે ગળામાં પહેરેલ સોનાનો ચેન આપી દે તેમ કહેતા  ના પાડતા તમામ આરોપી ઝગડો કરેલ. માર મારવા લાગેલ તથા મિત્ર અસ્‍માક શબ્‍બીર ચૌહાણને ધોકા, ઢીકાપાટુ માર મારી અઢી તોલાનો સોનાનો ચેન તથા ચાંદીનું લોકેટ મળી રૂા. પરપ૦૦ કિંમત તથા ખીસ્‍સામાં રહેલ રોકડા રૂપિયા રૂા. ૬ર૦૦ની લૂટ કરી નાસી ગયેલ હતાં અસ્‍માક બેભાન થઇ જતા રાજકોટ હોસ્‍પિટલમાં સારવાર માટે લઇ ગયેલ હતાં જેની ફરીયાદ નવાબંદર મરીન પોલીસમાં નોંધાવી હતી.

સારવાર દરમ્‍યાન અસ્‍ફાક શબ્‍બીરભાઇ ચૌહાણનું મોત થયું હતું ફરીયાદ લઇ પોલીસે આરોપી સામે આઇપી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૪, ૩૦ર, ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬(ર) તથા જી.પી. એકટ કલમ ૧૩પ મુજબ ગુનો નોંધી તમામ ધરપકડ કરી નવાબંદર મરીન પોલીસે કોર્ટમાં ચાર્જસીટ રજુ કરેલ હતું.

આ કેસ ઉનામાં આવેલ એડીશનલ સેસન્‍સ કોર્ટમાં ચાલતા આરોપીઓ પક્ષે વકીલ એમ.સી. જાનીએ દલીલો કરતા તેમજ કોઇપણ પુરાવો આરોપીઓ સામે ગુનો સાબીત કરતો નથી. તમામ પંચો ફરી ગયેલા શાહેદ જાહેર કરેલ છે તેમજ ફરીયાદીએ જે આરોપી તરીકે મુસાભાઇ સોઢાનું નામ લખાવેલ તે બનાવ બનેલ તે પહેલા આઠ વરસ પહેલા અવસાન પામેલ છે તેથી ફોજદારી કાર્યરીતિ સહિતની કલમ ર૩પ૮૧ અન્‍વયે આ કામના તમામ આરોપી હાજી જબારભાઇ સોઢા સહિત ૧૦ આરોપીન ભારતીય દંડ સહિતા કલમ ૧૪૩, ૧૪૭,૧૪૮, ૧૪૯, ૩૪,ર૦ર, ૩ર૩, ૩ર૪, જીપીએસીટી ૧૩પ મુનામાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવા ઉનાની એડીશ્નલ સેસન્‍સ જજશ્રી, દિપકકુમાર એસ. ત્રિવેદીએ હુકમ કરતા તમામ આરોપીઓ નિર્દોષ છુટેલ છે. આ કેસ ચાલ્‍યો ત્‍યાં સુધી આરોપી હાસીબ જબ્‍બર જેલમાં હોય છોડી મૂકવા હુકમ કરેલ હતો તેમજ અન્‍ય ઇબ્રાહીમ મુસા સોઢાનું કેસ ચાલેલ તે દરમ્‍યાન મૃત્‍યુ થયું હતું.

(10:43 am IST)