સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th July 2018

બે મોટર સાયકલ તથા મોબાઇલ મળી ત્રણ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે અને ચોરાયેલ મિલ્કતો મુળ વ્યકિતને પાછી મળી જાયે તે રીતે કામગીરી કરવા તમામને સુચનાઓ આપાવામાં આવેલ હતી.જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં ચોરીઓના બનાવો બનેલ હોય અને વણશોધાયેલ ગુન્હા હોય તે બનાવોમાં આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નો કરવામાં આવેલ જે અન્વયે બે ચોરીના મોટર સાયકલ તથા મોબાઇલ તથા રોકડ રકમ સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવેલ.  (૧) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી ગઇ તા.૦૨/૧૦/૨૦૧૭ ના રોજ અમરેલી શહેરમાંથી ચક્કરગઢ રોડ ઉપર રામવાડીમાંથી જયદિપભાઇ ગેડીયાનું GJ-14-S-1474 નંબરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રાત્રીના સમયે ચોરાયેલ હોય તે મોટર સાયકલ ઉપરોકત કિશોર પાસેથી મળી આવેલ હોય જે મોટર સાયકલ કિ.રૂ.૨૫૦૦૦ની કિમતનું ચોરાયેલ મોટર સાયકલ શોધી કાઢેલ છે.જે મોટર સાયકલ હરેશ ઉર્ફે હરીયો ભીખાભાઇ રાઠોડ રહે.અમરેલી વાળાએ ચોરેલ હતુ. (૨) સાવરકુંડલા શહેરમાંથી આસોપાલવ સોસાયટીમાં ઇશ્રવરભાઇ ના રહેણાંક મકાનમાં ગઇ તા.૧૩/૦૪/૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે કોઇ અજાણ્યા ઇસમો તેનો આોપો કંપનીનો મોબાઇલ કિ.આશરે રૂ.૧૩૦૦૦ તથા રોકડા રૂપીયા ૪૫૦૦ની ચોરી થયેલ હતી. જે ચોરી નો ભેદ ઉકેલી નાખી સાવરકુંડલા ખાતે રહેતાં જયવીરભાઇ હરેશભાઇ કોટીલા રણજીતભાઇ દિલુભાઇ માંજરીયાની ધરપકડ કરવામાં આવેલ છે. (૩) રાજુલા શહેરમાંથી આંબેડકર નગરમાંથી છગનભાઇ વાણવીનું GJ11BE-0898 નંબરનું મોટર સાયકલ ગઇ તા.૧૩/૦૪/૨૦૧૮ ના રોજ અજાણ્યા ઇસમો ચોરી ગયેલ હતા.સદરહું ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી જયવીરભાઇ હરેશભાઇ કોટીલા રહે.સાવરકુંડલા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.(૨૧.૨૮)

 

 

(5:05 pm IST)