સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th July 2018

મોરબીમાં માલગાડીનો ડબ્બો ખડી ગયો

મોરબીઃ મોરબીના નટરાજ ફાટક પાસે આજે બપોરે માલગાડીનો એક ડબ્બો ખડી પડતા દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત માહીતી મુજબ વાંકાનેરથી નવલખી બંદર તરફ માલગાડી જઇ રહી હતી ત્યારે મોરબીના નટરાજ ફાટક પાસે ચાલુ ટ્રેનમાંથી ડબ્બો ખડી પડયો હતો. જો કે કોઇ જાનહાની કે નુકશાનના સમાચાર નથી.

અમુક ટ્રેનને માલગાડીનો ડબ્બો ખડી પડતા અસર થઇ છે અને વ્હેલા-મોડી દોડી રહી છે. આ ઘટનાની જાણ થતા રેલ્વે તંત્ર તાત્કાલીક નટરાજ ફાટક પાસે દોડી ગયું હતુ અને ટ્રેન વ્યવહાર પુર્વવત કરવા કામગીરી કરી હતી.

(5:03 pm IST)