સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th July 2018

માળીયાના ખાખરેચી ગામે વાલી મીટીંગ યોજાઇ

માળીયાના ખાખરેચી ગામે મિશ્ર પ્રાથમિક શાળામાં એમ.આર રસીકરણ અભિયાનના દિવસે ૧૦૦્રુ બાળકો હાજર રહે એવા આશયથી વાલી મીટીંગ બોલવામાં આવી હતી જેમા શાળાના આચાર્ય ચેતન ડઢાણીયા તથા શાળા સ્ટાફ અને ગ્રામજનોને પી.એચ.સી સ્ટાફ દ્વારા વાલીઓને ઓરી રૂબેલા અંગે વિસ્તૃત માહિતી આપી હતી પ્રાપ્ત વિગત મુજબ વાલીઓને ઓરી અને રૂબેલા રોગ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ૯ માસ થી ૧૫ વર્ષના તમામ બાળકોને રસીકરણ કરાવીએ તો જ સ્વસ્થ સમાજથી સ્વસ્થ ગુજરાત બને શકે આ ઉદેશથી શિક્ષકો દ્વારા તેમજ હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા માહિતી આપવામા આવી હતી આ તકે બહોળી સંખ્યામાં વાલીઓ સ્કુલના આચાર્ય તેમજ સભ્યો ગ્રામજનો તેમજ શાળા સ્ટાફ હાજર રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીરઃ (તસ્વીરઃ રજાક બુખારી માળીયા મિયાણા) (૨૩.૨)

(12:19 pm IST)