કારમાં અવનવી ટેકનિકથી ઇંગ્લીશ દારૂ છૂપાવી હેરાફેરી
ગેર પ્રવૃતિ નાકામિયાબ કરતી ગીર સોમનાથ એલ.સી.બી.
સોમનાથ તા.૯: ગીર સોમનાથ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. બી.બી. કોળીના સીધા માર્ગદર્શન અનુસાર દારૂની થતી હેરફેર રોકવા પો.હેડ કોન્સ. સરમણભાઇ સોલંકી, લાલજીભાઇ બાંભણિયા તથા પો. કોન્સ. પ્રવિણ મોરી ઉના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. સરમણભાઇ સોલંકી તથા પો.કોન્સ. મોરીએ બાતમી આધારે ઉના અંજાર તરફથી આવતી સ્વિફટ કાર જીજે-૧૧- એસ-૯૬૪૨ ને રોકાવી ડ્રાઇવર અબજલ ઉર્ફે ભુરો ઓસમાણભાઇ વલીયાણી મેમણ ઉ.વ.૩૩ રહે. પાડામાર વિસ્તાર ઉના તેમજ તેમની બંને સીટની વચ્ચે ચોરખાનામાંથી તથા કારની પાછળની નંબર પ્લેટ ઉંચકાવી બંને જમ્પરમાં ઇંગ્લીશ દારૂ ભરેલ જે તમામ બોટલો બહાર કાઢી ગણી જોતા અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧૬૯ બોટલો કિ.રૂ. ૨૦૦૦૦ તથા કાર મળી કુલ ૧૨૦૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધ ઉના પો.સ્ટે. ગુનો રજી કરાવેલ છે.
આમ એલ.સી.બી. ગીર સોમનાથના પો.કોન્સ. પ્રવિણ મોરીએ આ અગાઉ ત્રણ થી ચાર વખત પોતાની બુદ્ધિચાતુર્યથી બાઇક, કાર ડિઝલ રીક્ષા, પીયાગો રીક્ષામાં ચોરખાનું બનાવી અવનવી ટેકનિકથી ઇંગ્લીશ દારૂ છુપાવી હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ નાકામિયાબ કરેલ છે.