સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th July 2018

મોરબીમાં નવુ એસ.ટી.બસ સ્ટેશન ખાનપર ફોર ટ્રેક બનાવવા રજુઆત

મોરબી તા. ૯: રવાપર રોડ વિસ્તારમાં રહેતા હસમુખભાઇ ગઢવીએ મુખ્યમંત્રીને રજૂઆતમાં નવા બસ સ્ટેશન-મોરબી બસપોર્ટ આધુનિક બસપોર્ટ બનવવા બાબતે જણાવ્યુ છે.

મોરબી જીલ્લો બન્યા પછી હાલનુ નવુ બસ સ્ટેશન કાયાપલટ આધુનિકતા માગે છે. બસ સુવિધા માટે જીલ્લા લેવલનુ આધુનિક સુવિધાથી સજજ નવુ બસ સ્ટેશન હોવુ મોરબી જીલ્લા-નગર માટે જરૂરી છે.

નવુ બસ સ્ટેશન વર્ષોથી એ જ હાલતમા છે સમય સંજોગો પરિસ્થિતિ મુજબ લોકોની આવન જાવન વધતી જાય છે. જેથતી નવુ બસ સ્ટેશન આધુનિક નવા રૂપરંગ સાથે કયાપલટ માટે છે. જેથી નવુ બસ સ્ટેશનને બસપોર્ટ કહી શકાય તેવુ આધુનિક બનાવવા રજુઆતમાં જણાવેલ છે.

મુખ્યમંત્રી એક અલગ રજુઆતમાં મોરબી-ખાનપર રોડને ફોર ટ્રેક રોડ બનવવા અંગે માગણી કરેલ છે. મોરબી જીલે બન્યા બાદ ઔદ્યોગિક નગરી મોરબીમા ઝડપથી વિકાસ થયો છે. ડેવલપમેન્ટ થતા વાહનોની સંખ્યા વધી છે સાથોસાથ અકસ્માતોનુ પ્રમાણ પણ દિવસેને દિવસે વધતુ જ જાય છે. મહામુલી માનવ જીંદગીઓને મોતના ખપ્પરમાં હોમાતી બચાવવા માટે તેમજ અકસ્માતો નિવારવા માટે તેમજ મોરબી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મોરબી ખાનપર રોડને ફોર ટ્રેક રોડ બનાવવો જરૂરી છે.(૧૧.૩)

(10:22 am IST)