સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 9th June 2021

જુનાગઢની કે.જે.મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ દર્દીઓ માટે આશિર્વાદરૂપ કોરોનામાં ૯પ% ફેફસામાં ઇન્ફેકશન લાગેલ

મનિષભાઇ જોષીને ડોકટરોએ નવજીવન આપ્યુ

 

ઉપરોકત તસ્વીરમાં મોતના મુખમાંથી બચી ગયેલ દર્દી મનિષભાઇ જોષી અને તેમને ઉગારી લેનાર ડોકટરો અને તેની ટીમ નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૯ :.. જુનાગઢ ઝાઝરડા ચોકડી પાસે આવેલ કે. જે. મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના ભાવિનભાઇ છત્રાળા અને ડો. મૌલિક છત્રાળા એ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં ટ્રસ્ટની હોસ્પીટલમાં દર્દીઓને રાહત દરે સારવાર આપવામાં આવી રહી છે અને ગરીબોને મોટી રાહત આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં હજારો દર્દીઓ કોરોનાની સારવાર લઇ સ્વસ્થ બન્યા છે. તેમજ પ૦ થી વધારે મોતના મુખમાંથી બચી ગયા છે.

આવો એક કિસ્સો જુનાગઢની કે. જે. મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં જોવા મળ્યો છે. જેમાં મેઘાણીનગરમાં રહેતા અને સીમેન્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલ ભુદેવ મનિષભાઇ જોષી (ઉ.વ.પ૦) કોરોનાના દર્દમાં સપડાયા હતાં.

ત્યારે નામાંકિત સેવાભાવી અને સામાન્ય માણસને પુરતી ઉચ્ચ કક્ષાની સારવાર મળી રહે તેવા હેતુથી ઝાંઝરડા ચોકડી નજીક કે. જે. મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ કાર્યરત છે.

જેમાં હોસ્પીટલના સેવાભાવી ભાવિનભાઇ છત્રાળા ડો. મૌલિક છત્રાળાએ અદ્યતન સુવિધા સાથેની હોસ્પીટલ બનાવી છે અને હાલ કોરોના મહામારીમાં મનિષભાઇ જોષી ત્યાં નિદાન અર્થે આવેલ ત્યારે તેમના સીટી સ્કેન રપ માંથી ર૪ આવતા સારવાર માટે તબીબોઓના પાડતા હોસ્પીટલના સંચાલક ભાવિનભાઇ છત્રાળાને વાત કરી રિપોર્ટ બતાવતા તેઓએ તાત્કાલીક ડો. મૌલિક સોઢાતર ડો. મૌલિક ઝાલાવાડીયાને સારવાર શરૂ કરવા જણાવતા ઇમરજન્સીમાં લઇ તેમને પુરા સ્ટાફે પડકાર જીલી લઇ ભગવાનને પ્રાર્થના કરતા ડોકટરોની મહેનત રંગ લાવી હતી.

દર્દી મનિષભાઇ જોષીનાં ફેફસામાં ૯પ % ઇન્ફ્રેકશન હતુ જેને ૧પ દિવસ સારવાર આપી સો ટકા રીકવરી મળેલ હતી. મનિષભાઇ જોષી સંપૂર્ણ સ્વસ્થ થતા તેમના પત્નિ દિકરો - દિકરી ભાવવિભોર બન્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિનભાઇ છાત્રાળા અને તેના પરિવાર દ્વારા જુનાગઢ એસટી બસ સ્ટેશન પાસે કે. જે. નિદાન કેન્દ્ર શ્રી ખીમજી જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉભુ કરી સાવ નજીવી રકમથી મધ્યમ વર્ગને પરવડે તેવા ભાવથી સીટી સ્કેન એમ. આઇ. આર. કરી લોહીનાં તમામ રિપોર્ટ પણ રાહત દરે કરી આપવામાં આવે છે.

આ કે. જે. હોસ્પિટલમાં અત્યંત ગરીબ સામાન્ય વ્યકિતને કોરોના કે અન્ય બિમારી હોય તો ફંડમાંથી નાણાનો ખર્ચ કરી સો ટકા સારવાર પણ આપવામાં આવે છે અને ખુદ હોસ્પીટલના માલિક દ્વારા એક એક દર્દીની  વહેલી સવારે દરરોજ મુલાકાત લઇ ખબર અંતર પુછી દરરોજ ગુલાબનું ફુલ આપી તબીયતના ખબર અંતર પુછે છે ઉપરાંત કોની ભલામણથી આવ્યા આર્થિક સ્થિતીનો તાગ મેળવી પોતાના આત્મજન હોય તેવો વ્યવહાર કરી દવા ઓપરેશન હોસ્પીટલ ખર્ચમાં વ્યકિતગત ધ્યાન આપી ખરા અર્થમાં ડોકટર ભગવાન પછીનું બીજુ રૂપ છે તે સાર્થક કરી માનવ સેવા એજ પ્રભુ સેવાની જયોત જુનાગઢમાં જગાવી રહયા છે.

(12:00 pm IST)