News of Saturday, 9th June 2018
હળવદમાં આખલાએ પ્રોઢ દિલીપભાઇ ત્રિવેદીને હડફેટે લેતા ગંભીરઃ અમદાવાદ સારવારમાં
હળવદઃ શહેરમાં દિન પ્રતીદિન આખલાનો ત્રાસ વધતો જાય છે જેની લીધે મહીલાઓ વૃધ્ધો અને બાળકોમાં ભારે ડર સતાવી રહ્યો છે મુખ્ય બજારમાં પણ આખલાઓ રાહદારીઓને ઢીક મારીને ઇજાગ્રસ્ત કરતા હોય છે ત્યારે હળવદ બાયપાસ ઉપર આવેલી ક્રોસ રોડ હોટલ પાસેથી પસારથઇ રહેલા દિલીપભાઇ ત્રિવેદી (ઉ.વ.૫૮)ને એક આખલાએ અડફેટે લેતા તેઓને વધુ ઇજાઓ થઇ હતી આથી હળવદના સરકારી દવાખાનામાં સારવાર આપીને સુરેન્દ્રનગર રીફર કરેલ પરંતુ ત્યાંથી પણ વધુ સારવારની જરૂર જણાતા તેઓને અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલ છે
(8:51 pm IST)